Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જે આપણે બીજાને આપીએ છીએ, તે જ પરત આવશે, Intresting Kids Story

જે આપણે બીજાને આપીએ છીએ, તે જ પરત આવશે, Intresting Kids Story
, ગુરુવાર, 3 જૂન 2021 (10:48 IST)
ગામમાં એક ખેડૂત રહેતો હતો જે દૂધમાંથી દહીં અને માખણ બનાવીને વેચતો હતો.
એક દિવસ પત્નીએ તેને  માખણ તૈયાર કરીને આપ્યું, તે વેચવા માટે તે તેના ગામથી શહેર તરફ રવાના થયો.
 
તે માખણ ગોળ પેંડાના આકારમાં બનેલો હતો અને દરેક પેંડાનો વજન  એક કિલો હતું....
 
શહેરમાં ખેડૂત તે માખણ હંમેશાની જેમ દુકાનદારને વેચી દીધું અને દુકાનદાર પાસેથી ચા-પત્તી, ખાંડ, તેલ અને સાબુ ખરીદીને પાછો તેના ગામ ગયો.
 ખેડૂતના ગયા પછી... 
દુકાનદાર માખણ ને ફ્રિજ માં રાખવા શરૂ કર્યા.....
 
તેણે વિચાર્યું કે પેડાનું વજન કેમ ન કરવું જોઈએ, વજન કરતા પર પેડાનું વજન માત્ર 900 ગ્રામ નીકળ્યું, આશ્ચર્ય અને નિરાશાથી તેણે બધાં પેડાના વજન કર્યા. પણ ખેડૂત દ્વારા લાવેલા બધા પેડા 900-900 ગ્રામના નિક્ળ્યા હતા.
 
આવતા અઠવાડિયે ફરીથી ખેડૂત માખણ લઈને જેમજ દુકાનદારની દુકાન પર પહોંચ્યો. 
દુકાનદારે ખેડૂતથી બૂમ પાડીને કહ્યું:  જાઓ અહીંથી, કોઈ બેઈમાન અને દગાબાજો સાથે ધંધો કરો .. પણ મારી પાસેથી નહીં.
 
900 ગ્રામ માખણને એક કિલો તરીકે વેચતા વ્યક્તિનો ચહેરો જોવા નથી પસંદ. 
 
ખેડૂતે દુકાનદારને ખૂબ નમ્રતાથી કહ્યું "મારા ભાઈ
 
અમે ગરીબ અને લાચાર લોકો છીએ, અમારી પાસે માલનો વજન કરવા માટે (વજન) તોળવા ના સાધન ખરીદવાની ક્ષમતા ક્યાં છે ????
 
હું તમારી પાસેથી જે એક કિલો ખાંડ લઉ છુ, હું તેને જ એક પલડામાં રાખી બીજા પલડામાં તેટલ જ વજનનો માખણ વજન કરીને લાઉં છું 
 
શીખામણ 
આપણે બીજાને જે આપીશું તે પાછા આવશે.
તે ભલે માન, આદર હોય કે દગા ... !!

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Summer સીજનમાં પરસેવાથી નહી વહેશે તમારો મેકઅપ, ટ્રાઈ કરો આ બેસિક ટીપ્સ