Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઝાદીના 100 વર્ષની ઉજવણી પહેલાં ભારતને વિકસીત દેશ બનાવીશુંઃ વડાપ્રધાન મોદી

Webdunia
બુધવાર, 10 જાન્યુઆરી 2024 (13:59 IST)
modi speech
 વડાપ્રધાન મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરાવ્યા બાદ સંબોધનમાં કહ્યું હતું કે, ભારતના આઝાદીના 75 વર્ષ પૂરા થયા, હવે ભારત આગામી 25 વર્ષ માટે કામ કરી રહ્યું છે. આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત વિકસિત દેશ હશે, આથી 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. નવા સપના, સંકલ્પ અને નિત્યઅમૃતકાળ છે. આ અમૃતકાળમાં પહેલી વાઇબ્રન્ટ સમિટ છે. હું બધાનું સ્વાગત કરું છું. UAEના પ્રમુખનું આ આયોજનમાં આવવું ખૂબ ખુશીની વાત છે તેમનું આવવું ભારત અને UAE વચ્ચે આત્મીયતાના સંબંધ છે. વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ સમિટ બની ગઈ છે, ઘણી મહત્વની સમજૂતી કરી છે. પોર્ટ ડેવલોપમેન્ટ માટે UAE સાથે કરાર થયા છે. ગિફ્ટ સિટીમાં ઓપરેશન શરૂ થવાના છે આનો શ્રેય UAEના પ્રમુખને જાય છે. ભારત માટે ગર્વની બાબત છે કે આફ્રિકન યુનિયનને સ્થાયી સદસ્યતા મળી છે.
 
ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે
તેમણે જણાવ્યું હતું કે,વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી જાણકારી અને અનુભવો દર્શાવવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બની રહ્યુ છે. આ સમિટમાં ભારત અને UAEએ ફૂડ પાર્ક્સના વિકાસ માટે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે, ઇનોવેટિવ હેલ્થ કેરમાં રોકાણ માટે ઘણા મહત્વપૂર્ણ કરાર કર્યા છે. ઇન્ફ્રાસ્ટ્રકચર માટે UAEની કંપનીઓ દ્વારા ઘણા મિલિયન ડોલરના નવા રોકાણ માટે સહમતિ બની છે.UAEના સોવરેન ફંડ દ્વારા ગિફ્ટ સિટીમાં ઓપરેશન શરુ થશે.ભારત I too you tooથી પાર્ટનરશિપને મજબૂત કરી રહ્યું છે. One world one familyને ભારત સાર્થક કરી રહ્યું છે. ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. 
 
આવનારા સમયમાં ભારત ત્રીજા નંબરની ઇકોનોમી બનશે
તેમણે ઉમેર્યું હતું કે, આ ભારત અને આફ્રિકા વચ્ચે મિત્રતાનું પ્રતિક છે. ચેક રિપબ્લિકના વડાપ્રધાન આ હોદ્દા સાથે આવવું મોટી બાબત છે. ભારત ચેક રિપબ્લિક સાથે ઘણા સમયથી જોડાયેલું છે. અમારે ત્યાં કહેવાય છે અતિથિ દેવો ભવ...તમે ખૂબ સારી યાદો લઈને અહીંથી જશો. આ વખતની વાઇબ્રન્ટ સમિટની થીમ છે ગેટ વે ટુ ધ ફ્યુચર. વિતેલા 20 વર્ષમાં આ સમિટે નવા આઇડિયાને પ્લેટફોર્મ આપ્યું છે. નવા ઇન્વેસ્ટમેન્ટ નવો ગેટ વે બનાવ્યો છે. વન વર્લ્ડ વન ફેમેલી વન ફ્યુચર સાથે ભારત ચાલી રહ્યું છે. વિશ્વ કલ્યાણ માટે ભારની પ્રતિબદ્ધતા ભારતની પ્રયાસ વર્લ્ડને સુંદર બનાવી રહ્યા છે.વિશ્વ સમૃદ્ધિ અને વિકાસના આધાર પર છે, 10 વર્ષ પહેલાં 11માં સ્થાને હતા, મારી ગેરંટી છે થઈ જશે, આવનારા સમયમાં ભારત ત્રીજા નંબરની ઇકોનોમી બનશે. ભારતની પ્રાથમિકતા નક્કી છે, જેમાં મેન્યુફેક્ચરિંગ, ન્યુ એજ સ્કિલ, ફ્યુચરસ્ટીક ટેક્નોલોજી, AIનો સમાવેશ થાય છે.
 
યંગ જનરેશન સાથે ભાગીદારી નવી તક આપશે
તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્ટાર્ટઅપ, બ્લ્યુ ઈકોનોમી દરેક ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ માટે નવા અવસર ઉભા થઈ રહ્યા છે. આજે ભારતની ઇકોનોમી ગ્રોથમાં મોમેન્ટમ દેખાઈ રહ્યા છે. 10 વર્ષમાં સ્ટ્રક્ચર રિફોર્મ ડેવલોપમેન્ટ પર અમારૂ ફોકસ છે. ભારતમાં ગ્લોબલ બિઝનેસ માટે નવો રૂટ બની શકે છે. ભારત આજે ગ્રીન એનર્જી પર અભૂતપૂર્વ ગતિમાં કામ કરી રહ્યું છે. 10 વર્ષમાં સસ્તો ડેટા અને કનેક્શનથી ડિજીટલ ડેવલોપમેન્ટ થયું છે. આજે ભારતમાં 1.15 લાખ રજિસ્ટર સ્ટાર્ટઅપ છે.ભારતના નાગરિકો વધુ એમ્પાવર થઈ રહ્યા છે. ભારતના ભવિષ્ય માટે આ સારો સંકેત છે. ચાલો ભારતની વિકાસયાત્રા સાથે જોડાઈએ. આજે ભારતમાં 149 એરપોર્ટ છે. G-20 દરમિયાન જે જાહેરાત થઈ છે તેમાં તમારા બિઝનેસમેન બનવા માટે મોટી તક છે. યંગ જનરેશન સાથે ભાગીદારી નવી તક આપશે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments