આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મિટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં તિમોર લેસ્ટેના પ્રેસિડન્ટ જોસ રામોસ હોરતા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝ હોર્તાએ પણ ગુજરાતની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે તેમ જણાવ્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝ રામોઝોર્તા સાથે મહાત્મા મંદિરમાં મુલાકાત બેઠક યોજી હતી.
ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી. ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત-ગુજરાત-તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઈ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કંપનીઓના સીઇઓ સાથે વાટાઘાટો કરવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટમાં આવનારી વિશ્વની ટોપ કંપનીઓની સીઇઓ સાથે વાટાઘાટો કરવાના છે.તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ સાથે PMની બેઠક તિમોર લેસ્ત દેશના પ્રેસિડેન્ટ જોઝ રામોઝોર્તા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય બેઠક કરી હતી. ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિમોર લેસ્તની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી. વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024નું આવતીકાલે વડાપ્રધાન મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવશે. આજે બપોરે 3 વાગ્યે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરવામાં આવશે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, ઓસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, UAE- સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ 20 દેશ આ પ્રદર્શનમાં પોતાના દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે 1 હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલાં સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશ જ્યારે પાર્ટનર તરીકે 33 દેશ ભાગ લઈ રહ્યા છે.