Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમા વડાપ્રધાન મોદીનો રોડ શોઃ એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના 8 કિમીના રોડને શણગારાયો

Prime Minister Modi's road show in Surat
, શનિવાર, 16 ડિસેમ્બર 2023 (12:44 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી રહ્યા છે. ત્યારે સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના 8 કિલોમીટરના રૂટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મીની રોડ શો થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પ્રધાનમંત્રીના ચાહકો અને હિતેચ્છુકો પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા રસ્તા પર આવી શકે તેમ હોવાથી તંત્ર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે.
Prime Minister Modi's road show in Surat

8 કિલોમીટરના રૂટને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રૂટના બંને તરફ બામ્બુથી બેરીકેટ કરી દેવામાં આવ્યા છે. અને રોડ પર 10થી વધુ સ્વાગત પોઇન્ટ બનાવવાની પણ તૈયારી થઇ રહી છે. તંત્રની તૈયારીઓને જોતા એવું લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી રસ્તા પર લોકોને અભિવાદન કરતા ડાયમંડ બુર્સ સુધી પહોંચશે.
webdunia
Prime Minister Modi's road show in Surat

ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના પ્રધાનમંત્રી સુધીની સફર ખેડનાર નરેન્દ્ર મોદી આજે પણ ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય નેતા મનાઈ રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ અને સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણ પ્રસંગે સુરત ખાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી જ્યારે પણ સુરત આવે ત્યારે તેમને આવકારવા અને તેમની એક ઝલક જોવા મોટી સંખ્યામાં સુરતીઓ તેમના નિર્ધારીત રસ્તાઓ પર ઉમટી પડે છે. અને આવા સમયે પ્રધાનમંત્રી પણ લોકોના પ્રેમ અને ઉત્સાહને અભિવાદન પાઠવતાની સાથે આગળ વધી રોડ શો સાથે પસાર થાય છે. ત્યારે પ્રધાનમંત્રી ફરી એક વખત સુરત ખાતે આવી રહ્યા છે અને સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના આઠ કિલોમીટરના રૂટ પરથી પસાર થવાના છે ત્યારે પ્રધાનમંત્રીનો ફરી એક વખત સુરતમાં રોડ શો યોજાઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી