Biodata Maker

Vastu Tips - ઘરનો વાસ્તુ દોષ દૂર કરવાના 5 ખૂબ સરળ ઉપાય

Webdunia
શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (17:21 IST)
ઈશાન ખૂણો વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુ દોષનુ મોટાભાગે નિવારણ થઈ જાય છે. 
 
ઈશાન કોણ વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુદોષ નુ મોટેભાગે નિવારણ થઈ જાય છે.  કેટલાક નાના નાના ઉપાયોથી ઈશાન કોણના દોષ સમાપ્ત કરી શકાય છે. પૂર્વી દિશાના દોષ પણ આ જ રીતે દૂર કરી શકાય છે.  પં શિવકુમાર શર્મા મુજબ નાના નાના ઉપાય ઈશાન અને પૂર્વી દિશા દોષથી રાહત અપાવે છે.  
 
જો ઈશાન ક્ષેત્રની ઉત્તરી કે પૂર્વી દિવાલ કપાયેલી હોય તો તે કપાયેલા ભાગ પર એક મોટો કાચ લગાવવો જોઈએ. તેનાથી ભવનનુ ઈશાન ક્ષેત્ર પ્રતીકાત્મક રૂપથી વધી જાય છે. 
 
જો ઈશાન ખૂણો કપાયેલો છે તો ઈશાન કોણની દિવાલ પર બૃહસ્પતિદેવ પોતાના ગુરૂ કે બ્રહ્મનુ ચિત્ર જરૂર લગાવવુ જોઈએ. સાથે જ સાધુ પુરૂષોને બેસનથી બનેલી બરફી કે લાડુનો પ્રસાદ વહેંચવો જોઈએ. 
 
ચીની માટીના પાત્રમાં જળમાં ફુલની પાંખડીઓ નાખીને મુકી શકાય છે. તેનાથી પણ ઈશાન ખૂણાનો વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે. 
 
ઈશાન ખૂણાની દિવાલ પર ભોજનની શોધમાં ઉડતા પક્ષીઓના ચિત્ર લગાવવા જોઈએ. તેનાથી પરિવારના આળસી સભ્યો કર્મશીલ થવા માંડશે. 
 
ઈશાન ખૂણામાં વિધિ પૂર્વક બૃહસ્પતિ યંત્રની સ્થાપના કરવી જોઈએ. 
 
જો પૂર્વ દિશા કપાયેલી છે તો પૂર્વની દિવાલ પર એક મોટો કાચ લગાવવો જોઈએ. 
 
ઘરની પૂર્વ દિશામાં સાત ઘોડા પર સવાર સૂર્ય દેવનુ ચિત્ર લગાવવાથી પણ આ દોષ ખતમ થઈ જાય છે. 
 
સૂર્યોદયના સમયે ગાયત્રીમંત્ર સાત વાર બોલીને સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવુ જોઈએ. 
 
જો પૂર્વ દિશામાં બારી ન હોય તો પૂર્વ દિશામાં એક દીવો રોજ પ્રગટાવવો જોઈએ. 
 
પૂર્વ દિશામાં લાલ પીળા રંગનો પ્રયોગ કરવો જોઈએ. તેનાથી દિશા દોષ સમાપ્ત થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

એસી કોચમાંથી 5 કરોડના સોનાના દાગીના ગાયબ... ટ્રેનમાં મુસાફરો બેભાન સૂઈ રહ્યા છે; રેલ્વે સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા

Goa Nightclub fire- લુથરા બંધુઓએ ધરપકડથી બચવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો, આગોતરા જામીન અરજી દાખલ કરી

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ; સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું

સુરત કાપડ બજારની ઇમારતમાં ભયાનક આગ, જુઓ વિડિઓ

આગળનો લેખ
Show comments