Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રી ગણેશ દુર કરશે દરેક પ્રકારનો વાસ્તુ દોષ

શ્રી ગણેશ દુર કરશે દરેક પ્રકારનો વાસ્તુ દોષ
, ગુરુવાર, 6 જૂન 2019 (02:21 IST)
ભગવાન શ્રીગણેશને વિધ્ન વિનાશક કહેવામાં આવે છે. કોઈપણ વ્રત કે અનુષ્ઠાનમાં સૌ પહેલા શ્રીગણેશજીનુ પૂજન જ કરવામાં આવે છે. ભગવાબ ગણેશની વંદના કરી બધા પ્રકારના વાસ્તુ દોષને દૂર કરે શકાય છે. નિયમિત રૂપથી શ્રીગણેશજીની આરાધનાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. 
 
ઘર કે કાર્યસ્થળમાં ભગવાન શ્રીગણેશની મૂર્તિ કે ચિત્ર જરૂર લગાવો. પણ ધ્યાન રાખો કે કોઈપણ સ્થિતિમાં તેમનુ મોઢુ દક્ષિણ દિશા કે નૈઋત્ય કોણમાં ન  હોવુ જોઈએ. ઘર પરિવારમાં સુખ શાતિ સમૃદ્ધિ માટે ભગવાન શ્રીગણેશની સફેદ રંગની મૂર્તિ કે ચિત્ર લગાવવુ જોઈએ. શ્રીગણેશને મોદક અને તેમનુ વાહન મૂષક અતિપ્રિય છે.  તેથી ચિત્ર લગાવતી વખતે ધ્યાન રાખો કે ચિત્રમાં મોદક કે લાડુ અને મૂષક જરૂર હોવો જોઈએ. 
 
ઘરમાં શ્રીગણેશજીની બેસેલા અને કાર્યસ્થળ પર ઉભા રૂપમાં મૂર્તિ લગાવવી જોઈએ. ઉભા શ્રીગણીશના ચિત્રમાં તેમના બંને પગ જમીનને સ્પર્શ કરતા હોય. તેનાથી કાર્યસ્થળમાં સ્થિરતા આવે છે.  સિંદૂરી રંગના શ્રીગણેશની પૂજા અર્ચના કરવાથી બધા કાર્ય મંગલમય થાય છે. શ્રીગણેશજીની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવાથી ધન અને સમૃદ્ધિ જરૂર આવે છે.  શ્રીગણેશજીની મૂર્તિ સાથે મા લક્ષ્મીની મૂર્તિ પણ મુકો. આવુ કરાઅથી ધન અને સૌભાગ્યમાં વૃદ્ધિ દોડ્યા આવે છે. ધ્યાન રાખો કે સીઢીયો નીચે ક્યારેય પણ કોઈ પણ દેવી દેવતાની પ્રતિમા કે કેલેંડર ન લગાવવુ જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે 5 જૂન લાવ્યું છે કઈક ખાસ તમારા માટે