Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ : ગૃહપ્રવેશમાં કળશનું મહત્વ અને વાસ્તુ પૂજા કેવી હોવી જોઈએ

Webdunia
ગુરુવાર, 7 જૂન 2018 (14:26 IST)
ધર્મ, આસ્થામાં માનતો સામાન્ય વ્યક્તિ હોય કે પછી સાયન્સ સાથે સીધો જોડાયેલો તબીબ કક્ષાનો માણસ હોય પણ નવું મકાન બનાવે, મકાન બદલે ત્યારે ગૃહપ્રવેશ ટાણે કળશ મૂકવાની પરંપરા આ સૌમાં એકસમાન રીતે જોડાયેલી છે. ક્યાં કારણોસર નવું મકાન બનાવતી વખતે કે એક ઘરમાંથી બીજા ઘરમાં સ્થળાંતર કરતી વેળાએ ગૃહપ્રવેશ સમયે આ કળશ મૂકાય છે તે સમજવું જરૂરી છે. જ્યારે પણ કોઈ નવું મકાન બનાવવાની ઈચ્છા હોય ત્યારે ખરીદતી વખતે તેમાં કળશ જરુર મુકવો. આ કળશને દૂઘ, મધ, અનાજ કે પાણીથી ભરીને રાખવો. પરંતુ નવા મકાનમાં કળશ રાખવો ભૂલવો નહીં.
 
આખરે કળશ મુકવાનું કારણ શું હોઈ શકે ? શું આ કેવળ એક પરંપરા છે? કળશ રાખવાથી શું ફાયદો થાય ? આ પ્રકારના અનેક સવાલ આપણા મનમાં ઉદભવે છે. તો શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેની દષ્ટી એ તેમાં ભરવામાં આવતી વસ્તુઓથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા બહાર જાય છે.
 
કળશની આકૃતિ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેમની સાથે મૂકવામાં આવેલી સામગ્રી જેમકે દૂધ, પાણી, મધ અને અનાજના પ્રભાવથી સકારાત્મક ઉર્જા ગ્રહણ થઈ શકે છે.  તેનાથી દુકાન, ઓફિસ કે ઘરમાં હંમેશા સારું વાતાવરણ રહે છે. અહીં નિવાસ કરનારા લોકોનું મન પ્રફુલ્લિત રહે  છે.તેમને માનસિક, પારિવારિક કે શારિરીક મુશ્કેલીઓ નડતી નથી. 
 
નવા નિવાસમાં પ્રવેશ પૂર્વે નીચેની મહત્વપૂર્ણ બાબતો ધ્યાન રાખવી. અન્યથા, ત્યાં રહેનાર અને તેમના પરિવાર માટે અવરોધો પેદા થાય છે. તેથી નવા નિવાસ માં જતા પહેલા પ્રાચીન ગ્રંથો મુજબ ની વિધિ થી ગૃહ પ્રવેશ કરવો જોઈએ
-ગૃહ પ્રવેશ પૂર્વે  ઘરમાં દરવાજા અને બારીઓ બેસાડેલા હોવા જોઈએ
 
-ઘરની ઉપરની છત બેસાડેલી હોવી જોઈએ
 
-વાસ્તુ પુરુષ અને વાસ્તુ દેવતાઓનું પૂજન કરીને ભોગ ધરાવવા જોઈએ
 
-બ્રાહ્મણો ને સાત્વિક બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ
 
-ઘરમાં કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો ગૃહ પ્રવેશ કરવો નહિં
 
-એક વખત વાસ્તુ શાંતિ અને વાસ્તુ પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ગૃહ સ્વામી પરિવાર સાથે  ગૃહ પ્રવેશ કરી શકે છે.

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments