Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાસ્ત્રોમાં બતાવેલ ઉપાય કરતા રહેવાથી બદલી શકાય છે ભાગ્ય

શાસ્ત્રોમાં બતાવેલ ઉપાય કરતા રહેવાથી બદલી શકાય છે ભાગ્ય
, બુધવાર, 30 મે 2018 (10:32 IST)
સુખી અને શ્રેષ્ઠ જીવન માટે શાસ્ત્રોમાં અનેક નિયમ અને પરંપરાઓ બતાવવામાં આવી છે. આ નિયમો અને પરંપરાઓનું પાલન કરવાથી અક્ષય પુણ્ય સાથે જ ધન સંપત્તિ પણ મળે છે. ભાગ્ય સાથે સંબંધિત અવરોધો દૂર થાય છે. અહી જાણો એક શ્લોક જેમા 6 એવા ઉપાય બતાવ્ય છે જે ભાગ્યને પણ બદલી શકે છે... 
 


विष्णुरेकादशी गीता तुलसी विप्रधेनव:।
असारे दुर्गसंसारे षट्पदी मुक्तिदायिनी।।
 
1. ભગવાન વિષ્ણુની પૂજા 

આ શ્લોકમાં 6 વાતો બતાવી છે. જેનુ ધ્યાન રોજીંદા જીવનમાં રાખવાથી બધા પ્રકારના અવરોધો દૂર થઈ શકે છે. આ 6 વાતોમાં પહેલી વાત છે ભગવાન વિષ્ણુની પૂજા. ભગવાન વિષ્ણુ પરમાત્માના ત્રણ સ્વરૂપોમાંથી એક જગતના પાલક માનવામાં આવે છે. શ્રીહરિ એશ્વર્ય, સુખ સમૃદ્ધિ અને શાંતિના સ્વામી પણ છે. વિષ્ણુ અવતારોની પૂજા કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધુ મળી શકે છે. 
webdunia
2. એકાદશી વ્રત કરવુ 
 
આ શ્લોકમાં બીજી વાત બતાવી છે એકાદશી વ્રત. આ વ્રત ભગવાન વિષ્નુને જ સમર્પિત છે. હિન્દુ પંચાગ મુજબ દર મહિને 2 અગિયારસ આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. બંને જ પક્ષોની અગિયાર પર વ્રત કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. આજે પણ જે લોકો સાચી વિધિ અને નિયમોનુ પાલન કરતા અગિયારસનુ વ્રત કરે છે તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહે છે. 
webdunia
આગળની સ્લાઈડ્સ પર જાણો 4 ઉપાય અને ક્યા ક્યા છે... 
webdunia
3. તુલસીની દેખરેખ કરવી 
 
ઘરમાં તુલસી હોવી શુભ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારી હોય છે. આ વાત વિજ્ઞાન પણ માની ચુક્યુ છે. તુલસીની ખુશ્બુથી વાતાવરણના સૂક્ષ્મ હાનિકારક કીટાણુ નાશ પામે છે. ઘરની આસપાસની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને સકારાત્મક ઉર્જા વધે છે. સાથે જ તુલસીની દેખરેખ કરવી અને પૂજન કરવાથી દેવી લક્ષ્મી સહિત બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. 
 
 

. શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવો 
 
માન્યતા છે કે શ્રીમદ ભાગવત ગીતા ભગવાન શ્રીકૃષ્ણનુ જ સાક્ષાત જ્ઞાનસ્વરૂપ છે. જે લોકો નિયમિત રૂપે ગીતાનો કે ગીતાના શ્લોકોનો પાઠ કરે છે, તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે. ગીતાના પાઠ સાથે જ આ ગ્રંથમાં આપવામાં આવેલ શિક્ષાઓનુ પાલન પણ દૈનિક જીવનમાં કરવુ જોઈએ.  જે પણ શુભ કામ કરો, ભગવાનનુ ધ્યાન કરતા કરો. સફળતા મળવાની શક્યતાઓ વધી જશે. 
 
5. ગાયની સેવા કરવી 
 
આ શ્લોકમાં ગૌ મતલબ ગાયનું પણ મહત્વ બતાવ્યુ છે. જે ઘરમાં ગાય હોય છે ત્યા બધા દેવી દેવતા વાસ કરે છે.  ગાયથી મળનારુ દૂધ, મૂત્ર અને છાણ પવિત્ર અને સ્વાસ્થ્યવર્ધક છે.  આ વાત વિજ્ઞાને પણ સ્વીકારી છે કે ગૌમૂત્રના નિયમિત સેવનથી કેંસર જેવી ગંભીર બીમારીમાં પણ રાહત મળી શકે છે. જો ગાયનુ પાલન ન કરી શકો તો કોઈ ગૌશાળામાં તમારી શ્રદ્ધા ભક્તિ મુજબ ધનનું દાન કરી શકો છો. 
 
6. બ્રાહ્મણોનું સન્માન કરવુ 
 
જૂની માન્યતાઓ મુજબ બ્રાહ્મણ સદા આદરણીય માનવામાં આવે છે. જે લોકો તેમનુ અપમાન કરે છે તે જીવનમાં દુખ પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણ જ ભગવાન અને ભક્ત વચ્ચેની મુખ્ય કડી છે.  બ્રાહ્મણ જ યોગ્ય વિધિથી પૂજન વગેરે કર્મ કરાવે છે. શાસ્ત્રોનુ જ્ઞાન ફેલાવે છે.  દુખોને દૂર કરવાના અને સુખી જીવન જીવવાના ઉપાય બતાવે છે. તેથી બ્રાહ્મણોનુ સદૈવ સન્માન કરવુ જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જેઓ આ 4 મહિલાઓનું સન્માન નથી કરતાં, તેઓ ભોગવે છે ભારે દુખ: