Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Shuddhi - ઘરનું શુદ્ધિકરણ કેવી રીતે કરશો ?

ઘરમાં શુદ્ધિકરણ કેવી રીતે કરશો ?

Vastu Shuddhi - ઘરનું  શુદ્ધિકરણ કેવી રીતે કરશો ?
Webdunia
શનિવાર, 4 મે 2019 (11:35 IST)
નવુ ઘર નવી શરૂઆત.. ફેરફારો અને જીવનના વિવિધ પહેલુઓ સંબંધી નવા પડકારોની શરૂઆત થાય છે. કોઈ આશ્ચર્ય નહી કે દરેક ધર્મ અને સંસ્કૃતિમાં નવા ઘરમાં પ્રવેશ પહેલા કરવામાં આવતી શુદ્ધિકરણ પ્રક્રિયાને વધુ મહત્વ આપે છે.  આ સમારંભ ઘરની નકારાત્મક તરંગો અને ઉર્જાને દૂર કરે છે.  આમ તો દરેક ધર્મમાં નવા ઘરમાં પ્રવેશ વખતે પોતપોતાની વિધિ હોય છે.  પણ અહી અમે ખૂબ સામાન્ય પણ પ્રભાવશાળી વસ્તુઓની માહિતી તમને આપી રહ્યા છે. જેનો પ્રયોગ કરી તમે ઘરના શુદ્ધિકરણ માટે કરી શકો છો. 
 
જળ- પ્રાચીન કાળથી પાણી ને શક્તિશાળી શુદ્ધીકરણ તત્વ માન્યું છે. નળના પાણીને એક વાટકીમાં ભરી લો. 3-4 કલાક આને સૂર્યપ્રકાશમાં મુકો અથવા તો તેમા સ્વચ્છ કવાટઝ ક્રિસ્ટલ નાખી આખો દિવસ પડી રહેવા દો. હવે પાણી ચાર્જ થઈ શુદ્ધીકરણ માટે તૈયાર છે. વાટકીને હાથમાં લઈ ઈશ્વરને પ્રાર્થના કરો.  શુદ્ધીકરણ માટે તાજા પાંદડાથી ઘરમાં પાણી છાંટો. ખૂણામાં વધારે છાંટો સાથે મંત્રોચ્ચારણ કરો.
 
અગ્નિ  - અગ્નિ સ્વચ્છ કરનારુ એક શક્તિશાળી તત્વ છે. એક અગરબતી કે લોબાન સળગાવી પૂરા ઘરમાં ફેરવો. આ સાથે પવિત્ર પુસ્તક કે ગ્રંથો દ્વારા મંત્રોચ્ચારણ કરતા રહો. આના ધુમાડાને આખા ઘરના દરેક ખૂણા સુધી પહોંચાડો અને પોતાના નવા ઘરમાં પોતાના અને પરિવાર માટે સારા સ્વાસ્થ્યયની અને પ્રસન્નતાની કામના કરો.  
 
મીઠું - મીઠાને પણ  શુદ્ધીકરણનું  શકતિશાળી  તત્વ ગણાય છે. સારી માત્રામાં મીઠાને ખૂણામાં અને રૂમમાં આખી રાત માટે પાથરી દો . મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લે છે. સવારે આ મીઠાને ઝાડૂથી સાફ કરી ઘરની બહાર ફેંકી દો જેથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ જતી રહે. 
 
 
ધ્વનિ - ઘોંઘાંટ ઉર્જાને ગતિ આપે છે. અને આનાથી ઘરને શુદ્ધ કરી શકાય છે. પ્રાર્થના અને મનોરથ કર્યા બાદ પોતાની પસંદગીની કોઈપણ ધ્વનિનો ઉપયોગ કરી શકો છો. કેટલાક લોકો રૂમમાં તાળીનો આવાજ કરી ઘોંઘાંટ કરવો પસંદ કરે છે. જે કોઈ પણ સ્થાનમાં સકારાત્મક ઉર્જા અને વિચારોને આકર્ષે છે. કેટલાક લોકો પૂજામાં ઉપયોગ થતી ઘંટડીને વગાડી ઘરમાં ફરે છે. ઢોલના તાલબદ્ધ અવાજથી પણ કોઈ ઘરના કોઈપણ સ્થાનમાં ઉર્જાનો ઉચો સ્તર ઉત્પન્ન કરી શકાય છે.  
 
કોઈ વાદ્યયંત્રની જ્ગયાએ પોતાનો અવાજ પણ એક શક્તિશાળી શુદ્ધીકરણ તત્વનું કામ કરે છે. નવા ઘરમાં મંત્રોચ્ચારણ  ગણગણો અથવા ગીત પણ સકારાત્મક ઉર્જા ભરે છે. 
 
ખાસ તેલ 
 
નવા ઘરમાં દરેક રૂમમાં જઈને મંત્રોચ્ચારણ કરી એરોમાથેરેપીમાં ઉપયોગ થતુ તેલ છાંટવું .ખૂણા પર વિશેષ ધ્યાન આપો જ્યા સામાન્ય રીતે નકારાત્મક ઉર્જા જમા થતી રહે છે. આ તેલની સુગંધ ઘરના શુદ્ધિકરણ માટે ખૂબ તાકતવર તત્વના રૂપમાં કામ કરે છે. 
 
સફાઈ અને પેંટીંગ 
 
જો તમે કોઈ એવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો જ્યાં પહેલાં કોઈ રહેતું હતું તો તે ઘરની શુદ્ધી માટે સર્વપ્રથમ ઘરના પૂર્વનિવાસીઓ દ્વારા ઘરમાં છોડાયેલ નકારાત્મક ઉર્જાને દૂર કરવા તમે આ ઘરની સફાઈ કરી ત્યાં નવો પેંટ કરાવો જેથી નકારાત્મક ઉર્જા જતી રહે. આવું કરવુ ત્યારે શક્ય હોય છે જ્યારે ઘર સંપૂર્ણ રીતે ખાલી હોય છે. . થોડા સમાય માટે બારી-બારંણા ખુલ્લો રહેવા દો. જેથી સૂર્યપ્રકાશ અને હવા  અંદર આવી સકારાત્મક ઉર્જાથી ઘરને ભરી દે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

26 માર્ચનું રાશિફળ - આજે આ 2 રાશી પર રહેશે ગણેશજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે

23 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

આગળનો લેખ
Show comments