Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલીવુડના સૌથી ખતરનાક વિલન હતા Amrish Puri, મોં માંગી કિમંત ન મળે તો છોડી દેતા હતા ફિલ્મ

Webdunia
મંગળવાર, 22 જૂન 2021 (09:40 IST)
અમરીશ પુરી (Amrish Puri)બોલીવુડના જાણીતા વિલન રહ્યા છે કે પછી એમ કહી શકાય કે બોલીવુડના બેસ્ટ વિલનની લિસ્ટમાં તેમનુ નામ સૌથી ઉપર આવે છે. અમરીશે અનેક શાનદાર ફિલ્મો આપી છે જેમા તેમની એક્ટિંગ કમાલની રહી. 22 જૂનના રોજ તેમનો જન્મદિવસ આવે છે. તેથી આજે અમે  તમને તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો બતાવીશુ 
 
40 વર્ષની વયમાં મળ્યો પહેલો રોલ 
 
અમરીશ પુરી  (Amrish Puri)ને શરૂઆતથી જ અભિનયનો શોખ હતો. શરૂઆતન સમયમાં તેમણે અનેક પ્રોડ્યુસરે રિજેક્ટ કર્યા પણ તેમણે એક્ટિંગ નહી છોડી અને થિયેટર તરફ વળી ગયા. 1970માં તેમણે દેવ આનંદની ફિલ્મ પ્રેમ પુજારીમાં નાનકડો રોલ પ્લે કર્યો. 1971માં ડાયરેક્ટર સુખદેવે તેમણે રેશમા અને શેરા માટે સાઈન કર્યા, એ સમયે તેમની વય 40 વર્ષના નિકટ હતીમ, જો કે ફિલ્મમાં અમરીશને વધુ રોલ નહોતો આપવામાં આવ્યો, જએ કારણે તેમને પોતાની ઓળખ બનાવવામાં વધુ સમય લાગ્યો. 
 
દુર્યોધન એ  અપાવી ઓળખ 
 
અમરીશ  (Amrish Puri) એ શ્યામ બેનેગલની ફિલ્મ 'નિશાંત', 'મંથન' અને 'ભૂમિકા' જેવી ફિલ્મોમાં કામ મળ્યુ. તેમની અસલી ઓળખ 1980માં આવેલ ફિલ્મ હમ પાંચ દ્વારા મળી. આ ફિલ્મમાં તેમણે દુર્યોધનુ પાત્ર ભજવ્યુ હતુ. જે ખૂબ ચર્ચામાં રહ્યુ. ત્યારબાદ વિધાતા અને હીરો જેવી ફિલ્મોએ અમરીશ પુરીને ખલનાયકના રૂપમાં સુપરહિટ કરી દીધા. 1987માં આવેલી 'મિસ્ટર ઈન્ડિયા'માં તેમણે 'મોગામ્બો'નું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ તેમનો ડાયલોગ 'મોગમ્બો ખુશ હુઆ' ખૂબ ફેમસ થયો. ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવ્યા પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં અને 'રામ લખન', 'સૌદાગર', 'કરણ-અર્જુન' અને 'કોયલા' જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવવા ઉપરાંત તેણે ઘણા પોઝીટીવ રોલ પણ પ્લે કર્યા. 
 
મોં માંગી કિમંત લેતા હતા 
 
ઘણી વાર એવું પણ બનતું હતું કે મોં માંગી કિમંત ન મળે તો તે ફિલ્મ છોડી દેતા હતા. એન.એન.સિપ્પીની એક ફિલ્મ ફક્ત એટલા માટે છોડી દીધી કારણ કે તેમને તેમની માંગ પ્રમાણે 80 લાખ રૂપિયા આપવાની ના પાડી દીધી. અમરીશે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે હું મારા અભિનય અંગે સમાધાન કરતો નથી, તો પછી શા માટે ફી  કેમ ઓછી લેવી જોઈએ. નિર્માતાને તેમના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી પૈસા મળી રહ્યા છે કારણ કે  ફિલ્મમાં હું છું. લોકો મારો અભિનય જોવા થિયેટરમાં આવે છે, તો પછી શું હું વધારે ફીનો હકદાર નથી? સિપ્પી સાહેબે પોતની ફિલ્મ માટે મને ખૂબ પહેલા સાઈન કર્યો હતો, આ વચન સાથે કે ફિલ્મ પર એક વર્ષમાં કામ શરૂ થશે. હવે ત્રણ વર્ષ થઈ ગયા છે, અને મારી ફી બજાર રેટના હિસાબથી વધી ગઈ છે. જો તે મને મારા કામ જેટલી ફી નથી આપી શકતા તો હુ તેમની ફિલ્મમાં કામ નથી કરી શકતો. 
 
અમરીશનો પરીવાર 

અમરીશ પુરીનો જન્મ પંજાબના જાલંધરમાં થયો હતો. તેઓ 4 ભાઇ અને એક બહેન હતા. તેમના ભાઈઓના નામ મદન પુરી, ચનમ પુરી, હરીશ પુરી છે, જ્યારે તેમની પુત્રવધૂ મારું નામ ચંદ્રકાંતા છે. સિંગર કેએલ સહગલ રિલેશનમાં તેમના કઝીન ભાઈ  છે. અમરીશે 1957 માં ઉર્મિલા દિવેકર સાથે લગ્ન કર્યા. અમરીશના બે બાળકો છે- પુત્ર રાજીવ પુરી અને પુત્રી નમ્રતા પુરી. તેનો પુત્ર રાજીવ મર્ચન્ટ નેવીમાં રહ્યો છે. બીજી બાજુ રાજીવનો પુત્ર વર્ધન પુરી સહાયક દિગ્દર્શક તરીકે યશ રાજ ફિલ્મ્સમાં કામ કર્યુ તેણે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મો 'ઇશકઝાદે', 'શુદ્ધ દેશી રોમાંસ' અને 'દાવત-એ-ઇશ્ક' માં કેમેરાની પાછળ કામ કર્યું છે. વર્ધન ફિલ્મ  'યે સાલી આશિકી' અને 'બમ્બઈયા'માં કામ કરી ચુક્યા છે. તેમની પુત્રી નમ્રતા લાઇમલાઇટથી દૂર રહે છે. નમ્રતા સોફ્ટવેર એન્જિનિયર છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments