Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભડકાઉ ટ્વીટ કરવા બદલ સ્વરા ભાસ્કર સહિત 5 લોકો સામે ફરિયાદ

ભડકાઉ ટ્વીટ કરવા બદલ સ્વરા ભાસ્કર સહિત 5 લોકો સામે ફરિયાદ
નવી દિલ્હી. , ગુરુવાર, 17 જૂન 2021 (15:10 IST)
ઉત્તર પ્રદેશ  (Uttar Pradesh)ના ગાજિયાબાદ (Ghaziabad)માં મુસ્લિમ વડીલના દાઢી કાપવાના મામલે પોલીસે બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં સ્વરા ઉપરાંત, અરફા ખાનમ શેરવાની, આસિફ ખાન, ટ્વિટર ઈંડિયા અને ટ્વિટર ઈંડિયા હેડ મનીષ મહેશ્વરના નામનો પણ સમાવેશ છે.  આ લોકો પર મામલામાં ભડકાઉ ટ્વીટ કરવાનો આરોપ લાગ્યો છે.  વકીલ અમિત આચાર્યાએ બધા વિરુધ તિલક માર્ગ પોલીસ મથક પર ફરિયાદ કરી છે.  જો કે હજુ FIR થઈ નથી. પોલીસનુ કહેવુ છે કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. 
 
બીજી બાજુ  આ મામલે અગાઉ ઘણા પત્રકારો અને નેતાઓ સામે પણ ફરિયાદો નોંધાઈ છે. પોલીસે પત્રકાર રાણા અયુબ, સબા નકવી, શમા મોહમ્મદ, મસ્કૂર ઉસ્માની કોંગ્રેસના નેતા સલમાન નિઝામી સહિતના અનેક લોકો સામે ગેરમાર્ગે દોરનારી પોસ્ટ કરવા બદલ કેસ નોંધ્યો છે. નોંધાયેલી  FIR મુજબ આ લોકોએ સંપૂર્ણ માહિતી વિના ઘણાં ટ્વીટ કર્યા છે, જેને હજારો લોકોએ રીટવીટ કર્યા હતા, જ્યારે ટ્વિટર પણ આ મામલે સવાલ હેઠળ છે. તાજેતરમાં જ, શ્રેણીબદ્ધ ટવિટમાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં જે પણ બન્યું તે ફેક ન્યૂઝ સામેની લડતમાં ટ્વિટરનુ મરજી મુજબનુ વલણ બતાવે છે.
 
ઉલ્લેખનીય છે કે ગાઝિયાબાદમાં એક વૃદ્ધને માર મારવાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. પીડિત વ્યક્તિનો દાવો કર્યો છે કે તેમને માર મારનારાઓએ તેમને 'જય શ્રી રામ' નો જાપ કરવા કહ્યું હતું. પોલીસે આ કેસમાં કોઈ સાંપ્રદાયિક બાજુ હોવાની વાતને નકારી કાઢતા કહ્યું છે કે સુફી અબ્દુલ સમદને માર મારનારા લોકોમાં હિંદુ-મુસ્લિમ મળીને 6 લોકો હતા અને બધા તેમના દ્વારા વેચાયેલા વેચેલા તાવીજથી નારાજ હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સની લિયોનીએ શેયર કરી 2021ની સૌથી બોલ્ડ Photo માત્ર એક કપડાથી પોતાને ઢાંક્યુ