Dharma Sangrah

અક્ષય કુમારે શરૂ કર્યુ રક્ષાબંધનનુ શૂટિંગ, બહેન અલ્કા ભાટિયાને ડેડિકેટ કરી ફિલ્મ

Webdunia
સોમવાર, 21 જૂન 2021 (13:56 IST)
બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)  હાલ પોતાની આવનારી ફિલ્મ રક્ષાબંધનને લઈને ચર્ચામાં છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલ એક વધુ માહિતી સામે આવી રહી છે. અક્ષય કુમારે આજથી આ ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધી છે. આ વાતની માહિતી અભિનેતાએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેંસની સાથે શેયર કરી છે. અક્ષયએ જણાવ્યુ કે આજે ફિલ્મ રક્ષાબંધનના સેટ પર તેમનો પહેલો દિવસ છે. અક્ષય કુમાર (Akshay Kumar) એ સેટ પરથી એક તસ્વીર શેયર કરીને લખ્યુ, બહેન સાથે ઉછેર થતા, અલકા મારી પહેલી મિત્ર બની. આ સૌથી સાધારણ મિત્રતા હતી. આનંદ હલ રાયની ફિલ્મ #રક્ષાબંધનના તેમને માટે સમર્પિત છે અને એ વિશેષ બંધનનુ ઉત્સવ છે. આજે શૂટિંગનો પહેલો દિવસ, તમારા પ્રેમ અને શુભેચ્છાઓની કામના કરુ છુ.  તસ્વીરમાં અક્ષય કુમાર ફિલ્મના ડાયરેક્ટર આનંદ એલ રાય સાથે વાતચીત કરતઆ જોવા મળી રહ્યા છે. તેણે પીળા રંગનો કુર્તો પહેર્યો છે. 

 
થોડા દિવસો પહેલા અક્ષય કુમારે (Akshay Kumar) ફિલ્મ 'રક્ષાબંધન' વિશે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે ફિલ્મમાં અભિનેત્રી ભૂમિ પેડનેકર(Bhumi Pednekar) ની ફિલ્મમાં એંટ્રી કરવા વિશે માહિતી આપી હતી. તેણે પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી.  ઉલ્લેખનીય છે કે  અક્ષય કુમારની ઘણી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં સૂર્યવંશી અને બેલ બોટમ મુખ્ય છે. તાજેતરમાં, અભિનેતાએ બેલ બોટમની રિલીઝ તારીખની જાહેરાત કરી છે, જે 27 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.
 
પોતાની જબરદસ્ત ફિટનેસની સાથે સાથે તે પોતાની એક્શન માટે પણ જાણીતા છે. ફિલ્મ ઉદ્યોગમાં તેમને એ માટે ઓળખવામાં આવે છે કે તે એક વર્ષમાં ઘણી ફિલ્મો કરી લે છે. તેઓ ફક્ત ફિટનેસના દમ પર જ આ કરવામાં સક્ષમ છે. અક્ષયના ચાહકો કરોડોમાં છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 50 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તે પોતાના ફેંસના ટચમાં રહેવા માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

આગળનો લેખ
Show comments