rashifal-2026

તુલસીએ ગણેશજીને શ્રાપ કેમ આપ્યો હતો ? જાણો ગણપતિ વિશે રોચક વાતો

Webdunia
મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (10:06 IST)
ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો પુર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે. હિન્દુ માન્યતા મુજબ કોઈપણ શુભકાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનુ પૂજન કરવામાં આવે છે.  આ પરંપરા જુના સમયથી ચાલી રહી છે. ભગવાન શ્રી ગણેશનો જન્મ કેવી રીતે થયો અને તેમનુ માથાના સ્થાન પર કેવી રીતે હાથીનુ મસ્તક જોડવામાં આવ્યુ વગેરે અનેક વાતો આપણે જાણીએ છીએ. પણ શ્રીગણેશ વિશે કેટલીક વાતો એવી છે જે ખૂબ જ ઓછા લોકો જાણે છે. ગણેશોત્સવના શુભ પ્રસંગ પર અમે તમને ભગવાન શ્રી ગણેશની કેટલીક આવી જ અજાણી અને રોચક વાતો બતાવી રહ્યા છે જે આ પ્રમાણે છે. 
- એકવાર તુલસીદેવી ક્યાક જઈ રહ્યા હતા. ત્યા શ્રી ગણેશ તપ કરી રહ્યા હતા. તેમને જોઈને તુલસીના મન તેમની તરફ આકર્ષિત થયુ. તુલસીએ પોતાના લગ્નની ઈચ્છા પ્રગટ કરી. પણ શ્રીગણેશે ના પાડી દીધી. ગુસ્સામાં તુલસીએ શ્રીગણેશને બે લગ્ન કરવાનો શ્રાપ આપી દીધો અને શ્રીગણેશે તુલસીને વૃક્ષ બનવાનો. 
 
- માતા પાર્વતીની સખીઓ જયા-વિજયાએ એક દિવસ તેમને કહ્યુ કે નંદી વગેરે બધા ગણ ફક્ત મહાદેવની આજ્ઞાનુ પાલન કરે છે. તેથી તમે પણ એક ગણની રચના કરવી જોઈએ જે ફક્ત તમારી આજ્ઞાનુ પાલન કરે.  આ રીતે વિચાર આવતા માતા પાર્વતીએ શ્રીગણેશની રચના પોતાના શરીરના મેલ દ્વારા કરી. 
 
- જ્યારે ભગવાન શિવ ત્રિપુરનો નાશ કરવા જઈ રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ કે જ્યા સુધી તમે શ્રીગણેશની પૂજા નહી કરો ત્યા સુધી ત્રણેય પુરોનો સંહાર નહી કરી શકો. ત્યારે ભગવાન શિવે ભદ્રકાળીને બોલાવીને વિધિ-વિધાનથી ભગવાન શ્રીગણેશનુ પૂજન કર્યુ અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો. 
 
- એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા કૈલાશ પહોંચ્યા એ સમયે ભગવાન ધ્યાનમાં હતા. શ્રીગણેશે પરશુરામજીને ભગવાન શિવને મળવા ન દીધા.  ગુસ્સ્મા આવીને પરશુરામજીએ ફરસીથી શ્રીગણેશ પર હુમલો કર્યો. શ્રીગનેશે એ વાર પોતાના દાંત પર ઝીલી લીધો. જેના કારણે તેમનો એક દાંત તૂટી ગયો. તેથી તેમને એકદંત પણ કહેવામાં આવે છે. 
 
- છંદ શાસ્ત્રમાં 8 ગણ હોય છે. મગણ, નગણ, ભગણ, યગણ, જગણ, રગણ, સગણ, તગણ . તેમના અધિષ્ઠાતા દેવતા હોવાને કારણે પણ તેમને ગણેશની સંજ્ઞા આપવામાં આવી છે.  અક્ષરોને ગણ પણ કહેવામાં આવે છે.  તેમના ઈશ હોવાને કારણે તેમને ગણેશ કહેવામાં આવે છે. તેથી તેઓ વિદ્યા બુદ્ધિના દાતા પણ કહેવાયા છે. 
 
- શનિદેવના જોવાથી બાળક ગણેશનુ માથુ ધડથી અલગ થઈ ગયુ. ત્યારે ભગવાન શિવના કહેવાથી ભગવાન વિષ્ણુ હાથિની સાથે સૂઈ રહેલા ગજબાળકનુ માથુ કાપીને લઈ આવ્યા. એ ગજબાળકનું માથુ શ્રીહરિએ શ્રીગણેશના ઘડ પર મુકીને તેમને પુનર્જીવિત કરી દીધા. 
 
- મહાભારત લખતા પહેલા શ્રીગણેશે મહર્ષિ વેદવ્યાસને કહ્યુ હતુ કે લખતી વખતે મારી લેખની ક્ષણભર પણ રોકાય નહી તો જ હુ આ ગ્રંથનો લેખક બનીશ. વેદવ્યાસજીએ કહ્યુ કે હુ જે પણ બોલુ તે તમે સમજ્યા વગર લખતા નહી.  વેદવ્યાસજી વચ્ચે વચ્ચે કેટલાક એવા શ્લોક બોલતા કે તેને સમજવામાં શ્રીગણેશને થોડો સમય લાગતો. આ દરમિયાન મહર્ષિ વેદવ્યાસ અન્ય શ્લોકોની રચના કરી લેતા હતા. 
 
- ભગવાન શ્રીગણેશનુ લગ્ન પ્રજાપતિ વિશ્વરૂપની પુત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે થયુ છે. શ્રીગણેશને બે પુત્ર ક્ષેત્ર અને લાભ છે. શ્રીગણેશના શરીરનો રંગ લાલ અને લીલો છે. શ્રી ગણેશને જે દુર્વા ચઢાવવામાં આવે છે તે જડવગરની 12 આંગળી લાંબી અને 3 ગાંઠોવાળી હોવી જોઈએ. આવી 101 કે 121 દુર્વાથી શ્રીગણેશની પૂજા કરવી જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સુકાયેલા ફાટેલા હોઠને બનાવો એકદમ મુલાયમ, અપનાવો આ નેચરલ ટિપ્સ, તરત જ રિઝલ્ટ મળશે

આ સફેદ વસ્તુ છે કેલ્શિયમથી ભરપૂર, હાડકાઓ માટે છે રામબાણ, શિયાળામાં જરૂર કરો ડાયેટમાં સામેલ

જાન્યુઆરીમાં પેદા થતા બાળકોના નામ નથી આવતો સમજ? જાણો મોડર્ન અને યુનિક નામ

Fruit Chaat Recipe - વ્રત માટે પૌષ્ટિક ફળની ચાટ બનાવો

દેશપ્રેમ નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Kite Flying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

Happy Makar Sankranti 2026 : 'પતંગ ની જેમ ઊંચુ ઉડતુ રહે...' આ સંદેશ દ્વારા સંબંધીઓને આપો ઉત્તરાયણની શુભેચ્છા ..

Shri kashtbhanjan Dev mantra - કષ્ટભંજન દેવ મંત્ર

આગળનો લેખ
Show comments