Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો મૃત્યુ પહેલા માથાની પાસે આ 4 વસ્તુ હોય તો યમરાજ સજા નહી આપે

જો મૃત્યુ પહેલા માથાની પાસે આ 4 વસ્તુ હોય તો યમરાજ સજા નહી આપે
, શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (08:46 IST)
Garun Puran- ગરૂડ પુરાણ મુજબ જો તમારી પાસે મરતા સમયે 4 ખાસ સામગ્રી છે તો યમરાજ પણ તમને પ્રણામ કરે છે અને સજા નહી આપે છે. આમ તો અમારામાંથી કોઈ નહી જાણતું કે મૃત્યુ પછી શું હોય છે પણ શાસ્ત્રોના મુજબ આ જીવનમાં તમે જે સારા-ખરાબ કર્મ કર્યા છે તેનો ફળ ભોગવું પડે છે. પણ શાસ્ત્રોમાં આ પણ લખ્યું છે કે જો મરતા સમયે તમારી પાસે કેટલીક ખાસ વસ્તુ છે તો યમરાજ તમને માફ કરી નાખે છે. આવો જાણીએ શું છે તે... 
 
તુલસી 
તુલસીનો છોડ માથાની પાસે હોય તો માણસની આત્મા શરીર ત્યાગ પછી યમદંડથી બચી જાય છે. જો તુલસીના પાન મરતા માણસના માથા પાસે રાખીએ તો લાભ હોય છે. 
 
ગંગાજળ 
મૃત્યુના સમયે ગંગાજળને મોઢામાં રાખતા પ્રાણ ત્યાગવાનો વિધાન જણાવ્યું છે. ગંગાજળ શરીરને પવિત્ર કરે છે અને જ્યારે કોઈ માણસ શુદ્ધતાની સાથે શરીરનો ત્યાગ કરે છે તો તેને પણ યમલોકમાં સજાના પાત્ર નહી બનવું પડે છે. આ કારણ છે કે જીવનમા આખરે સમયમાં ગંગાજળની સાથે તુલસીદળ આપીએ છે. 
 
શ્રીમદ ભાગવત 
મૃત્યુના આખરે સમમાં શ્રીમદ ભાગવત કે તેમના ધર્મગ્રંથનો પાઠ કરવાથી માણસને બધી સાંસારિક મોહમાયાથી મુક્તિ મળે છે. આ પ્રકાર આત્મા દ્વારા શરીર ત્યાગવાના ઉપરાંત માણસને મુક્તિ મળે છે અને યમદંડનો સામના કર્યા વગર સ્વર્ગની પ્રાપ્તિ હોય છે કે પુનર્જનમ મળે છે. જો માથા પાસે આ પવિત્ર ગ્રંથ રાખ્યું હોય ત્યારે પણ આત્માને મુક્તિ મળે છે. 
 
સારા વિચાર 
શાસ્ત્રો મુજબ મૃત્યુની પાસે પહોચેલા માણસ અને તેની આસપાસ રહેતા સગાઓને પણ તેની આત્માના સંબંધમાં સારા વિચાર રાખવા જોઈએ. માણસને મરતા કોઈ પણ પ્રકારના ગુસ્સા કે સંતાપ નહી રાખવું જોઈએ. મરતા સમયે હોંઠ પર માત્ર દુઆ અને આશીર્વાદ હોવા જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bhadarpada Purnima 2023 - આજે ભાદરવી પૂનમ, જાણો અંબાજીમાં ભાદરવી પૂનમનુ મહત્વ અને પૌરાણિક કથા