Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rain in gujarat Updates- ગુજરાતમાં આજે ક્યાં ક્યાં કમોસમી વરસાદ

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2023 (08:10 IST)
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે

ગુજરાતમાં કાલે અનેક તાલુકાઓમાં માવઠુ થયું છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે થયેલા વરસાદથી ખેતરોમાં ઉભા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ માવઠા સાથે વીજળી પડવાની પણ ઘટનાઓ બની છે. જેમાં રાજ્યમાં 11 લોકો અને 21 પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત ખેતરમાં કામ કરતી મહિલાઓ પર વીજળી પડતાં દાઝી હોવાની માહિતી પણ મળી રહી છે.
 
રાજ્યમાં માવઠા દરમિયાન વીજળી પડતાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક, અમરેલીના જાફરાબાદમાં એક કિશોરી, બરવાળામાં 22 વર્ષિય યુવક, ભરૂચના હાંસોટમાં માછીમારી કરવા ગયેલા દાદા અને પૌત્રી, મહેસાણાના કડીમાં એક વ્યક્તિ, વિરમગામમાં એક યુવક, જ્યારે દાહોદમાં પણ એક આધેડ ઝાડ નીચે ઉભા હતાં અને વીજળી ત્રાટકતાં તેમનું મૃત્યુ થયું છે
 
ગુજરાતના 61 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાલાલામાં 1.6 ઈંચ તો પાટણ-વેરાવળમાં 1.3 ઈંચ, વંથલીમાં 1.6 ઈંચ વરસ ખાબક્યો છે. આ સાથે ઉનામાં 0.66 ઈંચ, સૂત્રાપાડામાં 0.59 ઈંચ, કેશોદમાં 1.14ઈંચ અને ખાંભામાં 0.51 ઈંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલ કમોસમી માવઠું હજી પણ અનેક વિસ્તારોમાં યથાવત છે.
 
અત્રે જણાવીએ કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

Lipstick Smart Hacks: દિવસભર તમારા હોઠ પર લિપસ્ટિક રહેશે, બસ આ સરળ સ્માર્ટ હેક્સ અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

આગળનો લેખ
Show comments