Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરેલીમાં સિંહ સાથે સેલ્ફી લેવી ભારે પડી, વીડિયો વાયરલ થતાં બે અમદાવાદીઓ સામે ગુનો નોંધાયો

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2024 (16:41 IST)
Wildlife harassment incident
ગુજરાતમાં સિંહો સાથે સેલ્ફી લેતા અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. આ વન્યપ્રાણીની પજવણી કરવાની ઘટનાઓ પણ વધી રહી છે. અમરેલીના ખાંભામાં સિંહ સાથે સેલ્ફી લઈને એની પજવણી કરવાનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. વન વિભાગે સિંહની પજવણી કરનારા અમદાવાદના બે શખસને ઝડપી લીધા છે.
 
બંને શખ્સો સિંહની નજીક ગાડી લઈ ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ખાંભા તુલસીશ્યામ રેન્જમાં હનુમાનપુરથી દલડી રોડ રેવન્યુ વિસ્તારમાં સિંહ જોવાના ઈરાદે અમદાવાદના રોહિત રાજપૂત અને તેજસ પરમાર ગયા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે સિંહને બેઠેલો જોઈને તેની પર  ગાડીની હેડ લાઈટ મારી હતી. તે ઉપરાંત હોર્ન વગાડતા વગાડતાં સિંહની નજીક ગાડી લઈ ગયા હતા અને સિંહની પજવણી કરી હતી.
 
પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા
આ બન્ને શખસોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલાએ વન વિભાગને સૂચના આપી હતી. જેથી ખાંભા તુલસી શ્યામ રેન્જની ટીમ દ્વારા તપાસ કરી બંને શખ્સોની ધરપકડ કરી આજે કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી.બંને આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેઓ કેટલા લોકો આ રેન્જમાં આવ્યા હતા? તેમની પાસે અન્ય વીડિયો છે કે કેમ? એ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

IND Vs AUS 1st Test Day 4- પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

ગુજરાત: આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરનારા આરોપીની ધરપકડ

આગળનો લેખ
Show comments