Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરેલીમાં ખેતરમાં પાણી ભરવા ગયેલા 7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો

leopard attack
, શુક્રવાર, 29 ડિસેમ્બર 2023 (12:34 IST)
leopard attack
રાજ્યમાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે અમરેલીના તરક તળાવ ગામમાં દીપડાએ હુમલો કરતા બાળકનું મોત થયું હતું. ખેતરમાં કામ કરી રહેલા પરિવારનો 7 વર્ષનો માસૂમ પાણી ભરવા ગયો હતો. ત્યારે અચાનક પાછળથી દીપડો આવી બાળકનું ગળું દબોચીને ઢસડી ગયો હતો. જે બાદ લોહિયાળ હાલતમાં જ છોડીને ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાને પગલે બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

અમરેલીના તરક તળાવ ગામ નજીક રમણીકભાઈ દેવાણીની વાડી વિસ્તારમાં દીપડો આવી ચડ્યો હતો. 7 વર્ષના બાળક અમિત માંડલિયા ખેતરમાં પાણી ભરવા ગયો હતો. ત્યારે અચાનક દીપડાએ આવીને પાછળથી ગળું દબોચીને બાળકને ઢસડી ગયો હતો. જોકે, પરિવારના સભ્યોને જાણ થતાં જ પાછળ દોડ લગાવીને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી દીપડો બાળકને લોહિયાણ હાલતમાં જ મૂકી ફરાર થયો હતો.દીપડાએ બાળકને ફાડી ખાતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. જેને પગલે માસૂમનું પરિવારની સામે જ ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના ખેડૂતો દોડી આવ્યા અને બાળકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, બાળકનું મોત થઈ ગયું હતું. વનવિભાગની ટીમ પણ દોડી આવી હતી અને વનવિભાગે મૃતકનાં પરિવારજનોનાં નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ દીપડાને પકડવા માટે અલગ અલગ પાંજરા ગોઠવી દેવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.

મધ્યપ્રદેશનો પરિવાર અમરેલીમાં ખેતમજૂરી કરે છે. જે પરિવારના બાળકને દીપડાએ ફાડી ખાતાં તેનું મોત થયું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. બીજી તરફ ખેતીકામ કરતા ખેડૂતોમાં પણ હાલ ડરનો માહોલ ઊભો થયો છે. અમરેલી ડિવિઝનના ઇન્ચાર્જ IFS સાદીક મુંજવાર દ્વારા વનવિભાગને સૂચના આપતા એસીએફ આર.એફ.ઓ.સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા અને દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વેટનરી ડોક્ટરની ટીમ પણ બોલાવવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10 રુપિયા સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, આ તારીખ થઈ શકે જાહેરાત, સૂત્રોનો દાવો