Arrow Fryer Corporation - ગુજરાતમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ અન્ય જિલ્લાઓથી પાછળ ગણાતા અમરેલી જિલ્લામાં હવે વિમાન બનશે. એરો ફ્રેયર કોર્પોરેશન દ્વારા આજે નાના વિમાન બનાવવા માટેના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.
આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટ શરૂ થઈ જવાની શક્યતા છે અને પ્રથમ વર્ષે 25 વિમાન બનાવવાનો ટાર્ગેટ રખાયો છે.એરો ફ્રેયર કોર્પોરેશન કંપની દ્વારા નાના વિમાન બનાવવા માટેનો પ્રોજેકટ લવાયો છે. આ કમ્પની દ્વારા ફોર સિટર, સિક્સ સીટરના નાના વિમાનો બનાવવાનો પ્રોજેકટ એક વર્ષમાં કાર્યરત થઈ જશે અને વાર્ષિક 25 વિમાનોનું પ્રોડક્શન થશે .પ્રાથમિક તબક્કે 300 વ્યક્તિઓને રોજગારી આપવાનો દાવો કરાયો છે. ઉપરાંત અહીંયા વિમાન રીપેરીંગ અને પાર્ટ્સ બનાવવાનું પણ ધીમે ધીમે કામગીરી હાથ ધરવામા આવશે અને પાયલોટ ટ્રેનિંગ સેન્ટર પણ ઉભું કરાશે.
ગુજરાત રાજ્યના રાજકારણમાં અગ્રેસર પણ વિકાસમાં પછાત ગણાતા અમરેલી જિલ્લાને આ કંપની દ્વારા એક નવી રોજગારીની તક મળી અને નરેન્દ્ર મોદીના સ્ટાર્ટપ ઇન્ડિયાના હેતુને સિદ્ધ કરવા માટે સુદાણી પરિવારે મહેનત હાથ ધરી છે. આજે વલ્લભ કુળભુષણ વૈશ્ષણવાચાર્ય,ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ,શિક્ષણ મંત્રી પ્રફુલ 6પાનસુરીયા, નાયબ દંડક કૌશીક વેકરીયા,સાંસદ રમેશ ધડુક,સાંસદ નારણ કાછડીયા,ધારાસભ્ય હીરા સોલંકી,કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા,ધારસભ્ય જે.વી.કાકડીયા,ધારાસભ્ય મહેશ કસવાળા,જનક તળાવિયા,સહિત નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Arrow Fryer Corporation