Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું આરટીઓના કડક નિયમો સામાન્ય લોકો માટે જ છે ભાજપ કે કોંગ્રેસના લોકોને લાગુ નથી પડતો?

આરટીઓ કડક નિયમો
Webdunia
મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (12:20 IST)
એક તરફ આરટીઓ કડક નિયમો બતાવે છે અને બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના રાજકારણીઓ સરેઆમ તેનું હનન કરે છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ચૂંટણી જીતવા માટે બંને પક્ષના મોટા નેતાઓ કોઈ પણ હદે જવા તૈયાર છે. 
જસદણમાંથી ભાજપે બાઇક રેલી કાઢી ત્યારે ભાજપના જ નેતાઓએ પોલીસની હાજરીમાં તમામ નિયમોનો ભંગ કર્યો હતો. ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યુ નહતુ. તેમની સાથે બાઇક રેલીમાં જોડાયેલા ભાજપના નાના-મોટા કાર્યકરો અને આગેવાનોએ પણ હેલ્મેટ પહેર્યા નહોતા અને બાઇક રેલી કાઢી હતી. ઉપરાંત આ રેલીમાં ભાજપના કેટલાક આગેવાનો કાર લઈને જોડાયા હતા. તેઓએ પણ સીટ બેલ્ટ બાંધ્યો નહોતો એટલું જ નહીં કેટલીક કારની ઉપર ભાજપના કાર્યકરો બેસી ગયા હતા.
ભાજપે જસદણમાંથી વિશાળ બાઈક અને કાર રેલી કાઢી ત્યારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ટ્રાફિક તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં નિયમોનો છડેચોક ભંગ કરાયો હોવા છતાં ભાજપના નેતા કે કાર્યકર વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી. અગાઉ તાજેતરમાં જ અમદાવાદમાં ભાજપની એક રેલીમાં અમદાવાદના ભાજપના શહેર પ્રમુખ જગદીશ પંચાલે પણ હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવી ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હતો.
હાલમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ટ્રાફીકનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ટ્રાફિક પોલીસ સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલે છે અને ઘણા કિસ્સાઓમાં દંડને બદલે મોટો તોડ કરી લે છે પરંતુ ભાજપના મોટા નેતાઓ જાહેરમાં ખુલ્લેઆમ અને સમૂહમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા હોવા છતાં તેમની સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરાતી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બટાકા અને ટામેટાના રસથી મેળવો બેદાગ અને ચમકદાર ત્વચા,

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

International Women Day 2025 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, દિવસમાં કેટલીવાર ખાવા જોઈએ?

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments