suvichar

જૂનાગઢ જિલ્લામાં ૯ સેન્ટરો પર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી

Webdunia
બુધવાર, 10 નવેમ્બર 2021 (16:08 IST)
ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કુલ ૩૩૦૪૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં આજે લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી  શરૂ કરવામાં આવી છે.
 
જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી  માટે તા.૧ થી ૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૩૦૪૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. જૂનાગઢ જિલ્લાના તાલુકા કક્ષાના ૯ સેન્ટરો પર આજે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી  શરૂ કરવામાં આવી છે.
 
આજે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી  શરૂ કરાઇ છે. જેમાં પ્રથમ દિવસે ૧૦ ખેડૂતોને એસ.એમ.એસ થી જાણ કરી ખરીદી માટે બોલાવ્યા છે. તાલુકા કક્ષાના માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી હોવાથી ખેડૂતોના ભાડા ખર્ચમાં પણ ઘટાડો થશે અને ટેકાના ભાવે મગફળી મણના રૂ.૧,૧૧૦નો ભાવ મળી રહ્યા છે. આથી ખેડૂતો ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા પોતાની મગફળી લાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Special Idli- પરફેક્ટ ઈડલી બનાવવાની સરળ રીત

સુગરી અને વાંદરાની વાર્તા

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

આગળનો લેખ
Show comments