Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, પોલીસે એક શખ્સની કરી ધરપકડ

Amount of drugs seized from Dwarka
, બુધવાર, 10 નવેમ્બર 2021 (11:21 IST)
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે રાજસ્થાની શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ATS, LCB અને SOGની ટીમે સંયુક્તરીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાતના દરિયાઈ માર્ગ પરથી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યુ હોઈ તેવું સામે આવ્યું છે. પોલીસે ખંભાળિયા હાઈવે પર આરાધના ધામ પાસેથી એક શખ્સને 350 કરોડના 66 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં દેવભૂમિ દ્વારકા પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેની તપાસ હાથ ધરી છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યુ હોવાની પોલીસે બાતમી મળી હતી. જે આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે. મુન્દ્રા બંદરે થોડા દિવસો પહેલા અંદાજીત રૂપિયા 21 હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું. મુન્દ્રા પોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 2 કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ અંગે NIA તપાસ કરી રહી છે.21 હજાર કરોડના ડ્રગ્સ કેસ ઉપરાંત શંકાસ્પદ કન્ટેનરો અંગે પણ NIAએ તપાસ શરૂ કરી છે. DRIએ 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. આ કેસમાં NIA આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.આ કેસ અફઘાનિસ્તાનથી આવતા અર્ધ પ્રોસેસ્ડ ટેલ્કમ સ્ટોન્સના માલની આડમાં હેરોઈનની જપ્તી સાથે સંબંધિત છે, જે ઈરાનના અબ્બાસ બંદરેથી મુંદ્રા બંદરે પહોંચ્યું હતું. આ મામલાની શરૂઆતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ NIAને સોંપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દ્વારકાથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો