Webdunia - Bharat's app for daily news and videos

Install App

કશુ નહી થાય હવે..તારો કોઈ નવાઈનો દિકરો છે.. ગૌપૂજન દરમિયાન જય શાહ બન્યા પ્રોટેક્ટિવ પિતા, અમિત શાહે સંભળાવ્યો પિતાવાળો ડાયલોગ્સ

કશુ નહી થાય હવે..તારો કોઈ નવાઈનો દિકરો છે.. ગૌપૂજન દરમિયાન જય શાહ બન્યા પ્રોટેક્ટિવ પિતા  અમિત શાહે સંભળાવ્યો પિતાવાળો ડાયલોગ્સ
ન્યુઝ ડેસ્ક
બુધવાર, 15 જાન્યુઆરી 2025 (16:03 IST)
amit shah image source_X 
 દેશની રાજનીતિમાં ચાણક્ય તરીકે ઓળખાનારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો એક અનોખો અંદાજ સામે આવ્યો છે.  મકર સંક્રાંતિના અવસર પર મનાવાતો ઉત્તરાયણના તહેવાર પર અમિત શાહ મંગળવારની સવારે જગન્નાથ મંદિર પહોચ્યા હતા. અહી તેમણે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા અને તેમણે ગૌ માતા અને ગજરાજની પૂજા કરી. ત્યારબાદ અમિત શાહે પછી એક્સ એકાઉંટ પર લખ્યુ હતુ કે સનાતન સંસ્કૃતિમાં  ગૌ માતા અને ગજરાજ ઈશ્વરના પ્રતિક હોવા સાથે પૂજનીય છે. ઉત્તરાયણ પર્વમાં અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં ગૌ માતા અને ગજરાજનુ પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ દરમિયાન એક રોચક ઘટના બની તો અમિત શાહે પુત્ર જય શાહને મીઠો ઠપકો આપ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમા દેશના ગૃહમંત્રી પિતા અને દાદાની ભૂમિકામાં છે. 
 
શાહ બોલ્યા.. કશુ નહી થાય હવે  
સોશિયલ મીડિયા પર વર્તમાન વીડિયો મુજબ અમિત શાહે જ્યારે ગૌ માતાની આરતી કરે તો ત્યારબાદ તેમણે આરતી જય શાહના બાળકને આરતી આપી. આ દરમિયાન તાજેતરમાં જ પુત્રના પિતા બનેલા જય શાહ થોડા પ્રોટેક્ટિવ દેખાયા તો અમિત શાહે કહ્યુ કે... કહી નહી થાય હવે... તારો કોઈ નવાઈનો દિકરો છે.  શાહે હળવી મીઠી ટિપ્પણી કરી.  જય શાહ બીજીવાર પિતા બન્યા છે. તેમની બે દિકરીઓ પણ છે. આ અવસર પર અમિત શાહની પત્ની સોનલ શાહ પણ હાજર રહી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી જ્યારે પણ ગુજરાતના પ્રવાસ પર હોય છે તો તે લગભગ મુખ્ય અવસર પર ભગવાન જગન્નાથ મંદિર જાય છે. 

<

બાપને વ્હાલો દીકરો પણ
દાદાની તો વાત જ અલગ છે..

અમિત શાહની દીકરા જય શાહને મીઠી ટકોર! #Gujarat #AmitShah pic.twitter.com/6QpYL6CPgI

— Sagar Patoliya (@kathiyawadiii) January 14, 2025 >
 
પસંદ કરવામાં આવી રહ્યો છે શાહનો અંદાજ 
અમિત શાહના અનોખા અંદાજના ખૂબ વખાણ થઈ રહ્યા છે. અમિત શાહ જ્યા ગૃહ મંત્રી છે તો બીજી બાજુ તેમના પુત્ર જય શાહ આઈસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)ના ચેયરમેન છે. તે પહેલા બીસીસીઆઈના સચિવ હતા.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સહહના પુત્ર જય શાહ 2015માં વિવાહ બંધનમાં બંધાયા હતા. તેમના લગ્ન રિશિતા પટેલ સાથે થયા છે. જય શાહે નિરમા યુનિવર્સિટીમાંથી બી. ટેકનો અભ્યસ કર્યો છે. ત્યારબાદ તે ક્રિકેટ પ્રશાસકના રૂપ પર સક્રિય છે. 36 વર્ષના જય શાહ સૌથી ઓછી વયના આઈસીસી ચેયરમેન છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments