Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોરબંદરમાં અડાની ડિફેંસનુ દ્રષ્ટિ-10 ડ્રોન થયુ દુર્ઘટનાગ્રસ્ત, નૌસેનાને સોંપવાની પહેલી દુર્ઘટના

Drishti-10 Drone
, બુધવાર, 15 જાન્યુઆરી 2025 (13:15 IST)
Drishti-10 Drone
પોરબંદર તટ પરીક્ષણ દરમિયાન અડાની ડિફેંસ એંડ એરોસ્પેસ દ્વારા નિર્મિત દ્રષ્ટિ 10 સ્ટારલાઈન ડ્રોન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ.  આ ઘટના ત્યારે બની જ્યારે ડ્રોન ભારતીય નૌસેનાને સોંપતા પહેલા ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યુ હતુ. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકશાન થયુ નથી. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ ઉડાન દરમિયાન ડ્રોને અચાનક પોતાનુ નિયંત્રણ ગુમાવ્યુ અને પાણીમાં પડી ગયુ. નિર્માતા કંપની દ્વારા સંચાલિત આ ડ્રોનને ઘટના પછી પાણીમાંથી પાછુ મેળવી લીધુ છે. શરૂઆતી તપાસમાં ટેકનીકલ ખામીની આશંકા બતાવાઈ છે. જો કે દુર્ઘટનાનુ સાચુ કારણ સમગ્ર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. 
 
દ્રષ્ટિ 10 ડ્રોન, અડાની ડિફેંસ એંડ એરોસ્પેસ હૈદરાબાદ સ્થિત કારખાનામાં નિર્મિત એક અત્યાધુનિક ઈંટેલિજેંસ, સર્વિલાંસ અને રિકૉન્ગ્નેસ (ISR)  પ્લેટફોર્મ છે. તેની કેટલીક મુખ્ય વિશેષતાઓ  
 
સહનશીલતા - 36 કલાકની સતત ઉડાન ક્ષમતા 
પેલોડ ક્ષમતા - 450 કિલોગ્રામ 
પ્રમાણન -  STANAG 4671  માનક પર આધારિત 
તકનીકી ક્ષમતાઓ - ઓવર ધ હોરિજન ઓપરેશ, મલ્ટી-પેલોડ સંચાલન, SATCOM આધારિક નિયંત્રણ 
 
ડિઝાઈન - ચાર હાર્ડ પોઈંટ અને એક મોટુ આંતરિક બે, જે તેને વિવિધ મિશનો માટે યોગ્ય બનાવે છે 
 
આ ડ્રોન ભારતીય નૌસેના માટે સમુદ્રી નજર અને સુરક્ષાના હિસાબથી ખૂબ મહત્વપૂર્ણ છે. તેની ડિઝાઈન અને ક્ષમતાઓ તેને સમુદ્રના મોટા ક્ષેત્રો પર નજર રાખવા માટે યોગ્ય બનાવે છે. 
 
દ્રષ્ટિ-10 નું ક્રેશ થવુ એ ભારતીય સંરક્ષણ પ્રણાલી માટે એક પડકારજનક સંકેત હોઈ શકે છે. જોકે, ટેકનિકલ ખામીઓની તપાસ અને સુધારણા પછી, આ ડ્રોન નૌકાદળ માટે એક અસરકારક સાધન સાબિત થઈ શકે છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં INS સુરત, INS નીલગિરી અને INS વાગશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ યુદ્ધ જહાજોનું કમિશનિંગ ભારતની દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Champions trophy- ચેમ્પિયન્સ ટ્રોફીની લડાઈ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ચાલો તે ત્રણ ખેલાડીઓ પર એક નજર કરીએ જે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.