Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat માં મોટુ બુલડોઝર એક્શન, 9 ધર્મસ્થળ કર્યા ધ્વસ્ત, રાષ્ટ્રીય સુરક્ષાને હતો મોટો ખતરો

Big bulldozer action
, મંગળવાર, 14 જાન્યુઆરી 2025 (15:06 IST)
Big bulldozer action
Gujarat bulldozer action ગુજરાતના જામનગરમાં મોટુ બુલડોઝર એક્શન થયુ છે. પિરોટન દ્વિપ પર લગભગ 4000 વર્ગ ફીટમાં ફેલાયેલ ગેરકાયદેસર અતિક્રમણ પર અધિકારીઓએ બુલડોજર કાર્યવાહી કરી.  ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. આ ટાપુ મરીન નેશનલ પાર્કનો પણ એક ભાગ છે જે ડ્રગ હબ બનવાના ભયમાં હતો.
 
 
ગુજરાતના જામનગરમાં સરકારે મોટી કાર્યવાહી કરી છે. પિરોટન ટાપુ પર લગભગ 4,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર અતિક્રમણ સામે અધિકારીઓએ બુલડોઝર કાર્યવાહી કરી છે.
 
રાષ્ટ્રીય સુરક્ષા હતી જોખમમાં 
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રદેશના દરિયાઈ ઇકોસિસ્ટમના રક્ષણ માટે આ પગલું લેવામાં આવ્યું છે. પિરોટન ટાપુ પાંચ SPM (સિંગલ પોઈન્ટ મૂરિંગ્સ) ની નજીક સ્થિત છે જે દેશના 60 ટકા ક્રૂડ ઓઈલનો સપ્લાય કરે છે.
 
આ ટાપુ મરીન નેશનલ પાર્કનો પણ  છે એક ભાગ 
આ ટાપુ મરીન નેશનલ પાર્કનો પણ એક ભાગ છે અને ગેરકાયદેસર અતિક્રમણને કારણે દરિયાઈ જીવસૃષ્ટિ, ખાસ કરીને કોરલ રીફને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું હતું. અતિક્રમણને કારણે લોકોની વધતી ગેરકાયદેસર અવરજવરથી રાષ્ટ્રીય સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા સામેના જોખમોને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. આ ટાપુ મરીન નેશનલ પાર્કનો પણ એક ભાગ છે જે ડ્રગ હબ બનવાના ભયમાં હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તિથિને 'પ્રતિષ્ઠા દિવસ' તરીકે ઉજવવી જોઈએઃ મોહન ભાગવત