Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ સહિત આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Webdunia
મંગળવાર, 7 જુલાઈ 2020 (18:43 IST)
હાલમાં અરબી સમુદ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે, આ સરક્યુલેશન ઉત્તરોતર થોડું ઉપર તરફ વધીને ૬ અને ૭ જુલાઈએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચશે, અને સોરાષ્ટ્રનાં ભાગમાં લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. તેમજ લો-પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો- પ્રેશર બનશે, જેથી સૌરાષ્ટ્રનાં ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદના લીધે નદી, નાળા અને ડેમ છલકાય રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત તથા અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ૨ દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ૬થી ૮ જુલાઈ સુધી વરસાદનું જોર યથાવત રહશે. વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સહીતમાં વધુ અસર જોવા મળશે. દમણ દાદરા નગર હવેલી, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યભરમાં અપરએર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય હોવાથી હજુ પણ ત્રણ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે રેડ એલર્ટ જાહેર કરાયુ છે અને એનડીઆરએફને પણ એલર્ટ કરી દેવામાં આવ્યુ છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૭ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કુતિયાણા તાલુકામાં ૨૦૮ મી.મી., વિસાવદરમાં ૨૦૧ મી.મી. અને મેંદરડામાં ૧૯૫ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં ૮ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. કેશોદમાં ૧૭૮ મી.મી., સુત્રાપાડમાં ૧૭૮ મી.મી., ભાણવડમાં ૧૭૪ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ટંકારામાં ૧૫૭ મી.મી., માણાવદરમાં ૧૫૪ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ૬ ઈંચ અને વંથલીમાં ૧૨૩ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટ ડોકટર જ્યંત સરકારે જણાવ્યું છે કે હવામાન વિભાગના દ્વારકા સેન્ટરમાં વરસાદી આંકડા નોંધાયા છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે. ૧૭ જુલાઈ ૧૯૩૩ના રોજ ૨૭૩.૮ મિલિમિટર વરસાદ પડ્યો હતો. જે ગઈકાલે ૨૭૫.૮ મિલિમિટર વરસાદ પડ્યો છે. જે નવો રેકોર્ડ નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં વરસાદે રેકોર્ડ બનાવ્યો છે. .દ્વારકા જિલ્લામાં ૩૯૪.૭ મિલિમિટર વરસાદ ૧ ઓગસ્ટમાં ૨૦૧૪ હતો. જે ગઈકાલે ૪૯૦ મિલિમિટર વરસાદ પડ્યો છે. જે નવો રેકોર્ડ છે.

પોરબંદરમાં છેલ્લા કલાકમાં ૧૧ ઈંચ, કુતિયાણામાં ૮ ઈંચ અને રાણાવાવમાં ૧૧ ઈંચ વરસાદ પડ્યો છે. ગીરસોમનાથના જામવાળા સીંગોડા ડેમ પર છેલ્લા ૨૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ પડ્યો છે. કોડીનારના મઠ ગામેથી પસાર થતી સોમેત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગોંડલ અને આસપાસના ગામોમાં આધી રાત ધીમીધારે વરસાદ પડ્યો હતો. ગોંડલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments