Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડાં થંભી જશે, જંગીસભા બાદ રાજ્યવ્યાપી આંદોલન

અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડાં થંભી જશે, જંગીસભા બાદ રાજ્યવ્યાપી આંદોલન
, સોમવાર, 6 જુલાઈ 2020 (16:02 IST)
દેશભરમાં કોરોના સંકમણના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના ધંધા રોજગાર પર ભારે અસર પડી છે. જેના લીધે રાજ્યમાં આત્મહત્યા અને ડિપ્રેશનની સમસ્યામાં વધારો થયો છે. નાના રોજગાર ધંધા મોટી અસર પડતા સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય હેઠળ સરકાર દ્વારા એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. બેંક દ્વારા 8 ટકાના વ્યાજે લોન અપાશે. જેમાં સરકાર દ્વારા 6 ટકા વ્યાજ ચૂકવાશે. જ્યારે ગ્રાહકને માત્ર 2 ટકા જ વ્યાજ ચૂકવવાનું રહેશે. સાથે જ 6 મહિના બાદ લોનના EMI શરૂ થશે. ત્યારે અમદાવાદના રીક્ષાચાલકોએ પોતાની વિવિધ માંગ સાથે આવતીકાલે સ્વંયભૂ પાળી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ પણ ટેકો જાહેર કર્યો છે. આ ઉપરાંત 10 જેટલા રીક્ષા યુનિયનો આ હડતાલને સમર્થન આપ્યું છે. ગુજરાતમાં 8 થી 10 લાખ રીક્ષાઓ છે. આર્થિક તંગીના કરણે 3 જેટલા રીક્ષા ચાલકોએ  આત્મહત્યા કરી છે.  લોકડાઉનમાં રીક્ષાચાલકોને મુશ્કેલીઓ પડી હતી. જેના લીધે ગુજરાતના રીક્ષાચાલકોએ દિલ્હી અને તેલંગણા સરકારની માફક વળતર આપવાની માંગ કરી છે. ગુજરાત સરકાર 150000 રૂપિયા સહાયરૂપે આપે તેવી માંગ કરી છે. આ ઉપરાંત રીક્ષાચાલકોના વીજબિલ, બાળકોની સ્કૂલ ફી અને મ્યૂનિસિપલ ટેક્ષ માફ કરવાની પણ માંગ કરી છે. 7 જુલાઈના રોજ એક દીવસની પ્રતીક હડતાળ પાડવામાં આવશે. એક દિવસની હડતાળમાં સરકાર નહીં સાંભળે તો 10 જુલાઈના રોજ જીએમડીસી ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવશે. અને ત્યારબાદ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકડાઉન રિટર્ન થયું: રાજકોટ જીલ્લામાં ચા-પાનની દુકાનો બંધ