Webdunia - Bharat's app for daily news and videos

Install App

શીપીંગ કાયદામાં ફેરફાર કરીને અદાણીને લાભ પહોંચાડવામાં આવ્યો, દેશને રૂ. ૨૦,૦૦૦થી વધુનું નુકશાન - ગુજરાત કોંગ્રેસ

Webdunia
સોમવાર, 9 જુલાઈ 2018 (12:30 IST)
•    શીપીંગ કાયદામાં ફેરફાર કરવાથી દેશના એક લાખથી વધુ લોકોનો રોજગાર છીનવાશે 

•    માનીતા ઉદ્યોગ ગૃહોને ચાર વર્ષમાં રૂપિયા ૨,૭૨,૫૫૮ કરોડનું દેવું માફ કર્યું


અમદાવદ, કેન્દ્રની ભાજપ સરકાર સત્તામાં આવતાની સાથે પોતાના મળતીયા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનો લાભ જુદી-જુદી રીતે આપવામાં આવી રહ્યો છે. દેશની ૨૧ સરકારી બેંકો જેનું એનપીએ વર્ષ ૨૦૧૩-૧૪માં ૨,૬૩,૦૦૦ કરોડ હતું તેમાં ૪૫૦%નો જંગી વધારો થઈ વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં ૧૦,૩૦,૦૦૦ કરોડ પહોંચી ગયું છે. દેશમાં લોકસભાની ચુંટણી પહેલાં ઉદ્યોગપતિઓના માધ્યજમથી કરોડો રૂપિયાની પ્રસિધ્ધી કરાવનાર દેશના વડાપ્રધાનએ સત્તામાં આવતાની સાથે જ માનીતા ઉદ્યોગ ગૃહોને ચાર વર્ષમાં રૂપિયા ૨,૭૨,૫૫૮ કરોડનું દેવું માફ કર્યું. સાથોસાથ નિયમો-કાયદા-કાનુનમાં ફેરફાર કરીને ખાસ ઉદ્યોગપતિઓને લાભાર્થી બનાવ્યા . આ જ રીતે દેશના શીપીંગ કાયદામાં ફેરફાર કરીને મોદી સરકારના ખાસ ઉદ્યોગગૃહ અદાણીને મોટાપાયે લાભ પહોંચાડવામાં આવ્યો . શીપીંગ કાયદામાં ફેરફાર કરવાથી દેશના એક લાખથી વધુ લોકોનો રોજગાર છીનવાશે અને દેશને ૨૦,૦૦૦ કરોડ કરતાં વધુનું નુકશાન થશે ત્યા રે શીપીંગ કાયદામાં કરેલો ફેરફાર રદ કરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યુંા હતું કે દેશમાં શીપીંગ કાયદા મુજબ કોઈ પણ દેશનું જહાજ વસ્તુત લઈને આવે તો દરેક રાજયના બંદર પર સામાન પહોંચાડાવાનું શકય હોતું નથી તેના માટે ભારત દેશની શીપીંગ કંપનીના નાના જહાજ આ કામ કરતાં હોય છે. જેના કારણે દેશમાં નાની શીપીંગ કંપનીઓ સાથે સંકળાયેલા લાખો લોકોને રોજગારી મળે છે અને દેશના અર્થતંત્રને ફાયદો થાય છે પણ કેન્દ્ર માં મોદી સરકારે ૨૧ મે, ૨૦૧૮ના રોજ આંતરીક શીપીંગ કારોબારમાં વિદેશી કંપનીને  કામ કરવાની છુટછાટ આપી છે. આ નિર્ણયથી મોદી સરકારના નજીકના મનાતા અદાણી ઉદ્યોગગૃહને ડબલ ફાયદો થશે કારણ કે આ કારોબારમાં કામ કરી રહેલ વિદેશી કંપનીઓ સાથે અદાણી ઉદ્યોગગૃહને ભાગીદારી છે. 
એક બાજુ અદાણી ઉપર વિવિધ બેંકોનું એક લાખ કરોડનું દેવું છે. તેવા સમયે અદાણીગૃપને ફાયદો કરાવવા કાર્ગો સરકારી બંદર પર ઉતરવાના બદલે ખાનગી બંદર પર હવે ઉતરશે અને ખાનગી બંદરની માલિકી અદાણી ગૃહની છે. અગાઉ વિદેશી કંપનીઓ ભારતના આંતરિક બંદરો પર સામાન લઈ જવાની મનાઈ હતી અને એ અધિકાર ભારતીય શીપીંગ કંપનીઓનો હતો. જયારે ભારતિય કંપની એક બંદરથી બીજા બંદર સામાન પહોંચાડવા ઉપલબ્ધી ન હોય તો જ વિદેશી કંપનીઓને મંજુરી મળતી હતી અને તેના માટે ડાયરેકટર જનરલ ઓફ શીપીંગ અને ઈન્ડીપયન નેશનલ શીપ ઓનર્સ એસોશીએશનની મંજુરી લેવી ફરજીયાત હતી. વિદેશી કંપનીઓ માટે આ પ્રકારના શીપીંગ કાનુનમાં જોગવાઈથી દેશના નાનાપાયે કામ કરતાં લોકોને તક મળી શકે. વિશ્વેના ૯૦ દેશોમાં સ્થાથનિક નાગરીકો શીપીંગ વ્યાવસાયના હિતમાં આ પ્રકારનો નિયમ છે. પુંજીવાદના પ્રતિક અમેરીકા અને ચીનમાં પણ આ પ્રકારનો નિયમ છે. પણ મોદી સરકારે દેશના નાગરીકોના ભોગે અને પોતાના મતળતિયા ઉદ્યોગગૃહના ફાયદા માટે આ નિયમ બદલી દિધો છે. દેશમાં ૩૦ હજાર નાના જહાજો કામ કરે છે. જેમાં એક લાખથી વધુ લોકોને રોજગાર મળે છે. અત્યા ર સુધી જુદાં-જુદાં દેશમાંથી આવતા જહાજો જવાહરલાલ નેહરુ પોર્ટ પર આવે છે. આ નિયમ બદલવાથી અદાણીગૃહના ખાનગી પોર્ટ પર આ વેપર થશે જેના લિધે દેશના સરકારી ખજાનાને ૨૦,૦૦૦ કરોડથી વધુનું વાર્ષિક નુકશાન થશે.
દેશમાં ૭,૫૧૭ કિ.મી.ના દરિયા કિનારામાં ૧૨ મુખ્યલ બંદરો અને ૨૦૦થી વધુ નાના બંદરો, જેટી અને હાર્બર છે. ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી.ના દરિયા કિનારામાં એક મુખ્યં કંડલા પોર્ટ અને ૪૮ નાના બંદરો, જેટી અને હાર્બર છે. સમગ્ર દેશમાં કોંગ્રેસના શાસનમાં વર્ષ ૧૯૮૨માં ગુજરાતમાં મેરીટાઈમ બોર્ડની સ્થા પના થઈ. ૧૯૮૭માં કેપ્ટીગવ જેટી પોલીસી અને ૧૯૯૫માં પોર્ટ પોલીસી પણ કોંગ્રેસના શાસનમાં દાખલ કરવામાં આવી. દેશનાં દરિયાઈ માર્ગે વહન થતાં કુલ કાર્ગોમાંથી ૩૨% કાર્ગો ગુજરાતના બંદરો પરથી વહન થાય છે. દેશના નોન મેજર પોર્ટના ટ્રાફીક પૈકીનો ૭૩% ટ્રાફીક ગુજરાતના નોન મેજર પોર્ટમાંથી વહન થાય છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments