Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

9 જુલાઈ સુધી કેટલીક ટ્રેનો રદ્દ રહેશે

9 જુલાઈ સુધી કેટલીક ટ્રેનો રદ્દ રહેશે
, શુક્રવાર, 6 જુલાઈ 2018 (16:31 IST)
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ- પાલનપુર રેલખંડ ના ભાંડુ મોટી દાઉ સ્ટેશન પર ડેડિકેટેડ ફ્રેટ કોરીડોર માટે યુટિલિટી શિફ્ટીંગ કાર્ય હેઠળ ઇલેક્ટ્રોનિક ઇંટરલોકિંગ કમિશનીંગ કરવામાં આવી રહ્યું છે. આ કારણે આ રેલખંડની નીચે જણાવેલ કેટલીક ટ્રેનો રદ્દ રહેશે. 
1.    તા. 6 જુલાઇ (શુક્રવાર) અને 7 જુલાઇ (શનિવાર) ની ટ્રેન નં. 79437 મહેસાણા-આબૂરોડ ડેમૂ પેસેન્જર રદ્દ રહેશે. 
2.    તા. 7, 8 અને 9 જુલાઇની 79438 આબૂરોડ -મહેસાણા ડેમૂ પેસેન્જર રદ્દ રહેશે. 
3.    તા. 8 જુલાઈની 79431 અમદાવાદ-મહેસાણા, 79437 મહેસાણા-આબૂરોડ,  19411 અમદાવાદ-અજમેર અને 19412 અજમેર-અમદાવાદ ઇંટરસિટી રદ્દ રહેશે.
4.    તા. 9 જુલાઇની 79432 મહેસાણા-અમદાવાદ ડેમૂ પેસેન્જર રદ્દ રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ