Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપમાં ટિકિટવાંઈચ્છુકોએ અમિતશાહના પગ પકડવાના શરૂ કરી દીધાં

amit shah
Webdunia
શનિવાર, 30 સપ્ટેમ્બર 2017 (12:45 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં જાણે સર્વેસર્વા હોય તેવો માહોલ ઉભો થયો છે કે કરાયો છે. શુક્રવારે અમિત શાહના થલતેજ સ્થિત બંગલે ચૂંટણી લડવા ઇચ્છતાં મુરતીયાઓએ રીતસરની લાંબી લાઇન લગાવી હતી. જેમાંથી મોટાભાગનાં આગેવાનોએ ટિકિટ મેળવવા માટે અમિત શાહને 'પાઇલાગુ' પણ કર્યું હતું. ભાજપ પક્ષ શિસ્તબદ્ધ હોવાની માન્યતા છે. ચૂંટણીમાં લાગવગથી નહીં પણ મેરીટ મુજબ ટિકિટ અપાતી હોવાની છાપ છે. હકિકતમાં આવું નથી. ભાજપમાં આંતરિક લોકશાહી જેવું રહ્યું નથી. દિલ્હી બેઠેલા બે મોટા નેતાઓ જ તમામ નિર્ણયો કરી રહ્યા છે. એમાં પણ ગુજરાતનો સંપૂર્ણ કબજો અમિત શાહે લઈ લીધાનું ચિત્ર ઉભું થયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૃ થયું હોઈ, અમિત શાહે આંટાફેરા વધારી દીધા છે. ટિકિટની ફાળવણી માટે ઉમેદવારો નક્કી કરવા તાજેતરમાં જ નિરિક્ષકો દ્વારા 'સેન્સ' લેવાઇ હતી. પરંતુ આ બધુ દેખાડો કરવાની વાત છે. જે આજે અમિત શાહના ઘરના દ્રશ્યો જોઇને પણ વાસ્તવિકતા ખબર પડી જાય છે. અમિત શાહને મળવા ભાજપ સંગઠનમાંથી અનેક અગ્રણીઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ અને સિનિયર કાર્યકરો આપ્યા હતા. તેમજ અમુક મંત્રીઓ અને કેટલાય ધારાસભ્યો પણ અમિતભાઈના દરબારમાં આવ્યા હતા. આવનારા પૈકીનાં મોટાભાગના લોકોએ પોતાને ટિકિટ આપવાની માગણી સાથેનું લોબીંગ કર્યું હતું. નાની મોટી વાતોમાં ગુસ્સે થઈ જતા અમિત શાહની લાગણી જીતવા માટે ખુબ જ વરિષ્ઠ ગણાતા આગેવાનો પણ અમિત શાહને પગે લાગતા હતા. આ બધી બાબતોને આધારે કહી શકાય છે કે કોંગ્રેસ હોય કે ભાજપ કાગડા બધે કાળા જ છે. 'અમે બીજા બધા રાજકીય પક્ષોથી જુદા છીએ' એવી ભ્રામકતા ફેલાવનારા હવે ઉઘાડા પડી ગયા છે. માત્ર ચાંપલુસી અને હાજી કરનારા લોકોને નેતાઓ પણ પસંદ કરે છે. આવા લોકોને ચૂંટણીની ટિકિટ પણ આપી દેવાશે. જયારે વર્ષોથી ભાજપમાં રહીને તન-મન-ધનથી મુંગા મોઢે સેવા કરનારા લાયક ઉમેદવારોનો ભાજપનાં નેતાઓ પણ ભાવ પૂછતા નથી.
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

Child Story - મદદ કરવી હોય તો કરો, ખાલી સલાહ ન આપો

શું તમે ચાલવાના ફાયદાઓ વિશે જાણો છો? જો નહીં, તો તમારે દરરોજ ફક્ત અડધો કલાક વોક કરીને જરૂર જોવું જોઈએ.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

ગુજરાતી જોક્સ - લગ્ન પછી પહેલીવાર વહુ

આગળનો લેખ
Show comments