Publish Date: Thu, 28 Sep 2017 (14:00 IST)
Updated Date: Thu, 28 Sep 2017 (14:03 IST)
ગોંડલના ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણ લોકોએ ગોંડલ સેસન્સ કોર્ટમાં આજે આત્મસમર્પણ કર્યું હતું. અહીંથી તેઓને ગોંડલ સબજેલ હવાલે કરાયા હતા. હાઇકોર્ટના સજાના ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટે માટે અપીલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે અપીલ ફગાવી 30 તારીખ સુધીમાં આત્મસમર્પણ કરવા તાકીદ કરી હતી. કોર્ટના ન્યાયાધીશ એમ.એન.પુરોહિતે ત્રણેયને જેલ હવાલે કર્યા હતા. કોર્ટમાંથી પોલીસ જ્યારે જયરાજસિંહને જીપમાં બેસાડ્યા તો તેઓએ કહ્યું કે કોઇ સમર્થક જેલ સુધી પાછળ ન આવે અને શાંતિ જાળવી રાખવી. જયરાજસિંહ સરન્ડર કરવાની વાતને લઇને સેશન્સ કોર્ટમાં લોકોની ભીડ જોવા મળી હતી. જેને લઇને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.