Biodata Maker

PM મોદી પહોચ્યા વર્ઘા, અનેક મહત્વની યોજનાઓ થઈ શરૂ, રજુ કરી આ ખાસ ટપાલ ટિકિટ

Webdunia
શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (13:51 IST)
image source PM modi website
 પીએમ મોદી આજે મહારાષ્ટ્રના વર્ઘામાં પહોચ્યા. અહી તેમણે રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા કાર્યક્રમમાં ભાગ લીધો. જેમ પ્રધનમંત્રી વિશ્વકર્મા હેઠળ પ્રગતિનુ એક વર્ષ પુણ થવાનો ઉત્સવ ઉજવ્યો.  પ્રધાનમંત્રી કાર્યક્રમ દરમિયાન પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન આપવામાં આવી હતી. આ યોજના હેઠળ કારીગરોને આપવામાં આવેલા નક્કર સમર્થનના પ્રતીક તરીકે, PM વિશ્વકર્મા હેઠળની લોન પણ 18 વેપાર હેઠળ 18 લાભાર્થીઓને વહેંચવામાં આવી હતી. તેમના વારસા અને સમાજમાં તેમના સ્થાયી યોગદાનના આદરના ચિહ્ન તરીકે, તેમણે PM વિશ્વકર્મા હેઠળની પ્રગતિના એક વર્ષની સ્મૃતિમાં તેમને સમર્પિત એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી.
 
પીએમ મિત્ર પાર્કની આધારશિલા 
આ ઉપરાંત પીએમ મોદીએ મહારાષ્ટ્રના અમરાવતીમાં પીએમ મેગા ઈંટીગ્રેટેડ ટેક્સટાઈલ રીજન એંડ અપૈરલ (પીએમ મિત્ર) પાર્કની આધારશિલા મુકી.  1000 એકરમાં ફેલાયેલા આ પાર્કને મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) રાજ્ય અમલીકરણ એજન્સી તરીકે વિકસાવી રહ્યું છે. ભારત સરકારે કાપડ ઉદ્યોગ માટે 7 પીએમ મિત્ર પાર્ક સ્થાપવાની મંજૂરી આપી હતી. પીએમ મિત્રા પાર્ક એ કાપડ ઉત્પાદન અને નિકાસ માટે ભારતને વૈશ્વિક હબ બનાવવાના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું છે. તે વિશ્વસ્તરીય ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે, જે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) સહિત મોટા પાયે રોકાણ આકર્ષશે.
 
આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ કેન્દ્ર યોજનાની શરૂઆત 
બીજી બાજુ પીએમ મોદી મહારાષ્ટ્ર સરકારની આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ કેન્દ્ર યોજનાની પણ શરૂઆત કરી.  આ યોજના હેઠળ 15 થી 45 વર્ષની વયના લોકોને પ્રશિક્ષણ પ્રદાન કરવા માટે સમગ્ર રાજ્યની જાણીતી કોલેજોમાં કૌશલ વિકાસ પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે, જેનાથી તે આત્મનિર્ભર બની શકે અને રોજગારના વિવિધ અવસર સુધી પહોચી શકે. રાજ્યભરમાં લગભગ 1,50,000 લોકોને દર વર્ષે કૌશલ વિકાસ પ્રશિક્ષણ મફત મળશે. 
 
પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજનાની શરૂઆત 
આ ઉપરાંત પીએમ મોદીએ પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના નો પણ શુભારંભ કર્યો. આ  યોજના હેઠળ મહારાષ્ટ્રમાં મહિલાઓના નેતૃત્વવાળા સ્ટાર્ટઅપને શરૂઆતી ચરણમાં મદદ આપવામાં આવશે. યોજના હેઠળ 25 લાખ રૂપિયા સુધીની નાણાકીય મદદ પ્રદાન કરવામાં આવશે.  , આ યોજના હેઠળની કુલ જોગવાઈઓના 25 ટકા પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવશે. આનાથી મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનવામાં મદદ મળશે.
 
વર્ધામાં પીએમ મોદીનું ભાષણ અહી જુઓ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

ભારતી સિંહ બીજીવાર બની મા, હર્ષ લિમ્બાચિયાની સાથે પુત્રનુ કર્યુ સ્વાગત, લાફ્ટરશેફ્સ ટીમે વહેંચી મીઠાઈ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

આગળનો લેખ
Show comments