Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM Modi ISRO Visit Highlights : 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવવામાં આવશે', ISRO ખાતે PM મોદીનું સંબોધન

Webdunia
શનિવાર, 26 ઑગસ્ટ 2023 (08:00 IST)
modi in isro
PM Modi ISRO Visit Live Update : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દેશોની યાત્રા પછી સ્વદેશ પરત આવ્યા છે.  તેઓ ગ્રીસની રાજધાની એથેન્સથી સીધા બેંગ્લોર પહોંચ્યા. પીએમ મોદીના સ્વાગત માટે બેંગલુરુ એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. એરપોર્ટ નજીક લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતની આ સફળતા દુનિયાના ખૂણે ખૂણે ગુંજી રહી છે. પીએમ મોદીએ ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા બાદ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ઈસરોના વૈજ્ઞાનિકોએ તેમને સમગ્ર મિશન વિશે માહિતી આપી હતી.

<

#WATCH | "Today, I am feeling a different level of happiness...such occasions are very rare...this time, I was so restless...I was in South Africa but my mind was with you: PM Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/j1qmx7jGTp

— ANI (@ANI) August 26, 2023 >

23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' (રાષ્ટ્રીય અવકાશ દિવસ) તરીકે ઉજવવામાં આવશે - PM મોદી
 
પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન જાહેરાત કરી હતી કે 23 ઓગસ્ટ, જે દિવસે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરશે તે દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

ચંદ્રયાન-3માં મહિલા વૈજ્ઞાનિકોએ ભજવી મોટી ભૂમિકા - PM મોદી
ચંદ્રયાન-3માં દેશની મહિલા વૈજ્ઞાનિકો.. દેશની મહિલા શક્તિએ મોટી ભૂમિકા ભજવી છે. ચંદ્રનું શિવશક્તિ બિંદુ સદીઓથી ભારતના આ વૈજ્ઞાનિક અને દાર્શનિક વિચારનું સાક્ષી બનશે.

- મૂન લેન્ડર જ્યાં ઉતર્યું તે સ્થાન શિવ શક્તિ તરીકે ઓળખાશે - પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મૂન લેન્ડર જે પોઈન્ટ પર ઉતર્યું  તે સ્થાન શિવ શક્તિ તરીકે ઓળખાશે.

આ કોઈ સામાન્ય સફળતા નથી, આ ભારતની વૈજ્ઞાનિક સફળતાનો શંખ છે - PM મોદી
 તમે દેશને જે ઊંચાઈ પર લઈ ગયા છો તે કોઈ સામાન્ય સફળતા નથી. અનંત અવકાશમાં ભારતના વૈજ્ઞાનિક પરાક્રમનો શંખનાદ છે. તમે દેશને જે ઊંચાઈ પર લઈ ગયા છે.. આ કોઈ સામાન્ય સફળતા નથી. આ અનંત અવકાશમાં ભારતની સંભવિતતાનો શંખનાદ છે.

ડાર્ક ઝોનમાં જઈને પ્રકાશ ફેલાવી દે છે - પીએમ મોદી
- ભારત ચંદ્ર પર છે, આપણું રાષ્ટ્રીય ગૌરવ ચંદ્ર પર છે. આપણે ત્યાં ગયા જ્યાં કોઈ ગયું ન હતું. આપણે તે કર્યું જે અગાઉ કોઈએ કર્યું નથી. આ છે આજનું ભારત, નિર્ભય ભારત, લડતું ભારત. આ એ ભારત છે જે નવું વિચારે છે અને નવી રીતે વિચારે છે. જે ડાર્ક ઝોનમાં જઈને પણ દુનિયામાં પ્રકાશનું કિરણ ફેલાવે છે.
 
- 21મી સદીમાં આ ભારત વિશ્વની સૌથી મોટી સમસ્યાઓનું સમાધાન કરશે. 23મી ઑગસ્ટનો તે દિવસ દરેક સેકન્ડ મારી આંખોની સામે ફરી રહ્યો છે, જ્યારે લેન્ડિંગની પુષ્ટિ થઈ હતી. દેશમાં જે રીતે લોકો કૂદી પડ્યા તે દ્રશ્ય કોણ ભૂલી શકે. એ ક્ષણ અમર બની ગઈ. તે ક્ષણ આ સદીની પ્રેરણાત્મક ક્ષણોમાંની એક છે. દરેક ભારતીયને લાગ્યું કે જીત પોતાની છે.
 
- દરેક ભારતીય એક મોટી પરીક્ષામાં પાસ થયો. તમે બધાએ આ બધું શક્ય બનાવ્યું છે. મારા દેશના વૈજ્ઞાનિકોએ આ શક્ય બનાવ્યું છે. તમારા બધાના હું જેટલા વખાણ કરી શકું તેટલા ઓછા છે. હું તમારી પૂરતી પ્રશંસા કરી શકતો નથી. મિત્રો, મેં એ ફોટો જોયો છે જેમાં આપણા મૂન લેન્ડરે અંગદની જેમ ચંદ્ર પર પગ મૂક્યો હતો.
 
- એક બાજુ વિક્રમની શ્રદ્ધા છે અને બીજી બાજુ વિજ્ઞાનની શક્તિ છે. આપણી બુદ્ધિ ચંદ્ર પર તેના પગના નિશાન છોડી રહી છે. પૃથ્વીના કરોડો વર્ષના ઈતિહાસમાં માનવ સભ્યતામાં પહેલીવાર માણસ પોતાની આંખોથી તે સ્થળનું ચિત્ર જોઈ રહ્યો છે. આ તસવીર દુનિયાને બતાવવાનું કામ ભારતે કર્યું છે.

સંબંધિત સમાચાર

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન'ને મળી જબરદસ્ત સફળતા, IMDb પર મળ્યા આટલા રેટિંગ

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

આગળનો લેખ
Show comments