Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lok Sabha Elections 2024: ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ INDIA ગઠબંધન હેઠળ લોકસભાની ચૂંટણી લડશે

Aam Aadmi Party and the Congress will contest the Lok Sabha
અમદાવાદઃ , સોમવાર, 7 ઑગસ્ટ 2023 (15:11 IST)
Aam Aadmi Party and the Congress will contest the Lok Sabha
 Lok Sabha Elections 2024: દેશમાં લોકસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણીને લઈને ખૂબ મોટી માહિતી સામે આવી છે. ગત વિધાનસભામાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા જોવા મળી હતી. જેમાં ભાજપને રેકોર્ડ બ્રેક બહુમતી મળી હતી અને કોંગ્રેસનો નાલોશીભર્યો રકાશ થયો હતો. પરંતુ આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલ્યું હતું અને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો હતો. પરંતુ હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડશે. કોંગ્રેસે હજી આ બાબતને લઈને કોઈ જ નિવેદન આપ્યું નથી. 
 
ગુજરાતમાં વિધાનસભાના પરિણામમાં કોંગ્રેસે AAPને જવાબદાર ઠેરવી હતી
ગુજરાતમાં ગઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો અને 13 ટકા વોટ મળ્યા છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીAIMIMને 0.29 ટકા વોટ મળ્યા હતા. આ બંને પક્ષોએ ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું હતું અને કોંગ્રેસ તેના અત્યાર સુધીના સૌથી ખરાબ પ્રદર્શન સાથે માત્ર 17 બેઠકો પર પહોંચી ગઈ હતી.આટલા મોટા નુકસાનનું એક મુખ્ય કારણ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જેવા પક્ષો દ્વારા કોંગ્રેસના મતોમાં ઘટાડો છે. ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે ત્રણ પક્ષોને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતના પરિણામો ખૂબ જ નિરાશાજનક અને કોંગ્રેસ વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની હાર માટે ભાજપ, આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જવાબદાર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Valsad Accident News - વલસાડમાં ટાયર ફાટતાં ટેમ્પો પલટ્યો, વેરવિખેર થયેલા ટામેટા ભેગા કરવા નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો