Webdunia - Bharat's app for daily news and videos

Install App

Watch: કેદારનાથ ધામના ખુલ્લા દરવાજા, મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું, જુઓ વીડિયો

Webdunia
મંગળવાર, 25 એપ્રિલ 2023 (09:36 IST)
Kedarnath Dham: બાર જ્યોતિર્લિંગોમાંથી એક ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના દરવાજા મંગળવારે દર્શન માટે ખોલવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરના દરવાજા સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા હતા, જે દરમિયાન મંદિરને લગભગ 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. જે સમયે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા તે સમયે લગભગ આઠ હજાર ભક્તો ત્યાં પહોંચી ગયા હતા.

<

#WATCH | Uttarakhand: Devotees play drums after the portals of Kedarnath Dham opened for the pilgrims. pic.twitter.com/tKacLmvSE6

— ANI (@ANI) April 25, 2023 >
 
જો કે, ખરાબ હવામાનની આશંકાને ધ્યાનમાં રાખીને, સોમવારે શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જો કે મંગળવારે સવારે જ્યારે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે લગભગ આઠ હજાર ભક્તો ત્યાં હાજર હતા. આ દરમિયાન મંદિરને લગભગ 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. હવે આગામી છ મહિના સુધી ભક્તો મંદિરોમાં દર્શન કરી શકશે.

સરકારે ભક્તોને અપીલ કરી
અગાઉ, શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે કેદારનાથ ધામના દરવાજા મંગળવારે સવારે 06.20 વાગ્યે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બાબા કેદારની પંચમુખી ચાલ વિગ્રહ ડોલી પણ સોમવર ધામ પહોંચી હતી.
 
અજેન્દ્ર અજયે કહ્યું કે ભારે ઠંડી હોવા છતાં હજારો શ્રદ્ધાળુઓ મંદિરના દરવાજા ખોલવાના સાક્ષી બનવા માટે કેદારનાથ ધામ પહોંચ્યા છે. કેદારનાથ ધામમાં તૂટક તૂટક હિમવર્ષા અને વરસાદને ધ્યાનમાં રાખીને, તેમણે શ્રદ્ધાળુઓને યાત્રા શરૂ કરતા પહેલા રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા અને પ્રતિકૂળ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉથી કેદારનાથ ધામમાં રહેવાની વ્યવસ્થા કરવા માટે અપીલ કરી હતી.

<

#Kedarnath Dham portals opened for the pilgrims. pic.twitter.com/x843XoYLHF

— All India Radio News (@airnewsalerts) April 25, 2023 >

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments