Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા - પુત્ર અને ભત્રીજાનાં મોત

Mother
Webdunia
સોમવાર, 22 નવેમ્બર 2021 (08:37 IST)
એક જ પરિવારનાં 3 સભ્યનાં મોત : વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા - પુત્ર અને ભત્રીજાનાં મોત , પરિવારમાં માતમ સ્થાનિક તરવૈયાઓએ માતા - પુત્રના મૃતદેહો બહાર કાઢ્યા , ફાયર બ્રિગેડે ભત્રીજાનો મૃતદેહ બહાર કાઢ્યો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં ડૂબી જતા એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે . માતા - પુત્ર અને ભત્રીજાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે અને કરખડી ગામમાં સન્નાટો ફેલાઇ ગયો છે . વડુ પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે . કરખડીના વ્યાસ પરિવારમાં માતમ પાદરા તાલુકાના કરખડી ગામના જ્યોતિબેન વ્યાસ , તેમનન પુત્ર અભય વ્યાસ અને ભત્રીજો મિતેશ વ્યાસ આજે મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા . જ્યાં તેઓ અચાનક જ ડૂબવા લાગ્યા હતા . ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા અને જ્યોતિબેન વ્યાસ અને અભય વ્યાસનો મૃતદેહ બહાર કાઢ્યો હતો . જ્યારે મિતેશ વ્યાસની ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી હતી . ભારે જહેમત બાદ પોલીસે તેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો . આ સમયે વ્યાસ પરિવાર આક્રંદ કરતો જોવા મળ્યો હતો .

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments