Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajkot News - પુત્રવધુના ત્રાસથી કંટાળી માતા-પુત્રએ ફિનાઈલ પીધુ

Rajkot News - પુત્રવધુના ત્રાસથી કંટાળી માતા-પુત્રએ ફિનાઈલ પીધુ
, ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (19:23 IST)
રાજકોટમાં પેડક રોડ ગાંધીસ્મૃતિ સોસાયટીમાં રહેતા માતા-પુત્રએ પુત્રવધૂના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લેતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પરિણીતા માવતરે રિસામણે ગયા બાદ કોલ કરી કહ્યું કે હું પાછી નહીં આવું તમારે મરી જવું હોય તો મરી જાવ. આથી માતા-પુત્રને લાગી આવતા બંનેએ ફિનાઇલ પી લીધું હતું. આ અંગે બી ડિવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
 
મળતી માહિતી  મુજબ પેડક રોડ ગાંધીસ્મૃતિ સોસાયટી સોસાયટી- 2માં રહેતા કાંતાબેન લાલજીભાઈ સેરસિયા અને તેમનો પુત્ર જીતેન્દ્રએ પોતાના ઘરે ફિનાઇલ પી જતા તેઓ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જીતેન્દ્ર બે ભાઇ બે બહેનમાં નાનો છે. પોતે ઈમિટેશનની મજૂરી કરે છે. તેમના લગ્નને ત્રણ વર્ષ થયાં છે તેમણે બેડીપરાની નયના કનુભાઈ પરમાર નામની ત્યક્તા સાથે લવમેરેજ કર્યા હતા. તેમને સંતાનમાં એક આગલા ઘરનો પુત્ર છે. જીતેન્દ્રના જણાવ્યા મુજબ નયના અમારા ઘર સામે ભાડાના મકાનમાં રહેતી ત્યારે તેની સાથે પ્રેમ પાંગર્યો હતો. લગ્ન બાદ બંને સાથે રહેતા હતા. થોડા દિવસ પહેલા નવરાત્રિમાં કોઈ બોલચાલ થતા તે પિયર જતી રહી છે.
 
કાંતાબેને આક્ષેપ કર્યો હતો કે, નયના અવાર નવાર ઝઘડા કરી મારા પુત્રને માર મારતી હતી. આજે જીતેન્દ્રએ પત્નીને કોલ કર્યો કે હું તેડવા નહીં આવી શકું કામ બહુ છે માટે નયનાએ કીધું કે તો મારે હવે નથી આવું તારે મરી જવું હોય તો મરી જા. આથી કંટાળી ગયેલા માતા-પુત્ર ફિનાઇલ પી ગયા હતા. આ અંગે બી ડિવીઝન પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીને લઇ ST નિગમનો એક્શન પ્લાન, વધારાની બસો દોડાવાશે, ભાડામાં નહી કરે કોઈ વધારો