Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update India - ત્રીજી લહેરનો શરૂ થયો કહેર ? 37,379 નવા મામલા, એક્ટિવ કેસ 1.71 લાખને પાર

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (11:04 IST)
કોરોનાના નવા કેસમાં વિસ્ફોટનો સમય ચાલુ છે. છેલ્લા એક દિવસમાં કોરોના સંક્રમણના 37,379 નવા કેસ જોવા મળ્યા છે. આટલુ જ નહી માત્ર 110007 લોકો જ રિકવર થયા છે અને તેને કારણે એક્ટિવ મામલામાં તેજીનો વધારો થયો છે. દેશભરમાં કોરોનાના સક્રિય મામલા ઝડપથી વધતા 1,71,830 થઈ ગયા છે. બે અઠવાડિયા પહેલા સક્રિય કેસ 70 હજારને પાર હત. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા માત્ર બે અઠવાડિયાની અંદર જ એક લાખ જેટલી વધી ગઈ છે.  કોરોના કેસમાં તેજી ડરાવનારી છે અને અનેક રાજ્યોમાં તેને નિપટાવવા માટે પ્રતિબંધોની શરૂઆત થઈ ચુકી છે. 
 
છેલ્લા એક દિવસમાં કોરોના સંક્રમણથી 124 લોકોના મોત થઈ ચુક્યા છે. કોરોનાના નવા કેસ સતત ઝડપથી વધ તા ડેલી પોઝીટીવીટી રેટ વધીને 3.24 થઈ ગયો છે. જ્યારે કે વીકલી રેટ 2.05% થઈ ગયો છે. ટકાના હિસાબથી જોવા જઈએ તો અત્યાર સુધી મળેલા કોરોના કેસના મુકાબલે એક્ટિવ કેસ 0.49% જ છે. પણ નવા કેસમાં જે પ્રકારની તેજી જોવા મળી રહી છે. તેનાથી આ આંકડો જલ્દી જ વધી શકે છે. એટલુ જ નહી નવા કેસમાં ઝડપને કારણે રિકવરી રેટ પણ સતત ઘટી રહ્યો છે. હાલ કોરોનાનો રિકવરી રેટ 98.13% જ રહી ગયો છે. 
 
ઓમિક્રોન વૈરિએંટ કેસ 1892ને પાર 
 
આ દરમિયાન ઓમિક્રોન વૈરિએંટના કેસ પણ દેશમાં ઝડપ સાથે વધતા જઈ રહ્યા છે. અત્યાર સુધી ઓમિક્રોનના કેસ 1,892 થઈ ચુક્યા છે. તેમા સૌથી વધુ 568 કેસ મહારાષ્ટ્રના છે.  આ ઉપરાંત દિલ્હીમાં પણ અત્યાર સુધી 382 કેસ મળી ચુક્યા છે. કેરલમાં 185 અને રાજસ્થાનમાં 174 કેસ મળી ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોન વૈરિએંટના 152 કેસ અને તમિલનાડુમાં 121 કેસ મળી ચુક્યા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં ઓમિક્રોન વૈરિએંટના કેસની સંખ્યા હાલ 100થી ઓછી છે. ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં ઓમિક્રોનના અત્યાર સુધી 8 કેસ જ મળ્યા છે જેમા 4 લોકો રિકવર થઈ ચુક્યા છે. આ ઉપરાંત પંજાબ, હિમાચલ પ્રદેશમાં એક એક કેસ જ મળ્યો હતો, જે રિકવર થઈ ચુક્યો છે. 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments