Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

બ્રિટનમાં કોરોનાથી હાહાકાર, સતત બીજા દિવસે રેકોર્ડ 88376 નવા કેસ સામે આવ્યા

બ્રિટનમાં કોરોના
, શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (00:45 IST)
બ્રિટનમાં  ગુરુવારે કોરોના વાયરસના 88,376 નવા કેસ નોંધાયા છે. આ સતત બીજા દિવસે છે જ્યારે યુકેમાં કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાયા છે. આ હપરાંત સંક્રમણના કારણે વધુ 146 લોકોના મોત થયા છે. બુધવારે બ્રિટનમાં કોવિડ-19ના 78,610 કેસ નોંધાયા હતા. ગયા વર્ષે રોગચાળો શરૂ થયો ત્યારથી દેશમાં આ સંખ્યા સૌથી વધુ હતી. આ પછી વધુ કેસ મળી આવ્યા છે જે  એક રેકોર્ડ છે.
 
ઓમિક્રોન વેરિઅન્ટ પણ યુકે માટે ચિંતાનો વિષય છે. યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ કહ્યું છે કે દેશમાં આ પ્રકારના 1691 નવા કેસની ઓળખ કરવામાં આવી છે. આ સાથે બ્રિટનમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 11,708 પર પહોંચી ગઈ છે. ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા વૈજ્ઞાનિકોએ કેસમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
 
બ્રિટનમાં લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ નાતાલની ઉજવણી અને કાર્યક્રમોમાં ભીડને ટાળવાનો પ્રયાસ કરે અને કોવિડ-19ના ઝડપથી ફેલાનારા વેરિએંટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખતા કેસોમાં વધારો થવાની શક્યતાને જોતા વ્યવસ્થા કરવાનો આગ્રહ કર્યો છે. . બ્રિટનના વડા પ્રધાન કાર્યાલયે તાજેતરના સમયમાં લોકડાઉન પ્રતિબંધો વધારવાની કોઈપણ યોજનાને નકારી કાઢી છે.
 
દેશમાં વર્તમાનમાં વર્ક ફ્રોમ હોમ તેમજ માસ્ક પહેરવા અને મોટા કાર્યક્રમો માટે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને સરકારના બૂસ્ટર ડોઝની વાતને રિપિટ કરી છે. જોનસનના નેતૃત્વમાં મંત્રીઓ અને વિશેષજ્ઞોની એક ટીમે લોકોને ઉજવણીમાં હાજરી આપતા પહેલા COVID-19 ટેસ્ટ કરાવવાની સલાહ આપી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Omicron: દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે, કર્ણાટકમાં 5 અને તેલંગાણામાં 4 નવા દર્દી મળ્યા, કુલ આંકડો 88 પર પહોંચ્યો