Publish Date: Tue, 14 Dec 2021 (13:05 IST)
Updated Date: Tue, 14 Dec 2021 (13:09 IST)
નોર્વેમાં કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટના અપેક્ષિત વધારાને ધ્યાનમાં રાખીને આંશિક લૉકડાઉન લાદવાનો અને રસીકરણને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, નવાં નિયંત્રણો હેઠળ દેશમાં તમામ બાર અને રૅસ્ટોરાંમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ સાથે જિમ તેમજ સ્વિમિંગ-પૂલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને શાળાઓ તેમજ ઑફિસો માટે પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.