Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

41 Cases Of omicron- ઓમિક્રૉન વૅરિયન્ટના ભારતમાં 41 કેસ, પ્રથમ મૃત્યુ, ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોનનો ચોથો કેસ

41 Cases Of omicron- ઓમિક્રૉન વૅરિયન્ટના ભારતમાં 41 કેસ, પ્રથમ મૃત્યુ, ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોનનો ચોથો કેસ
, મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (09:13 IST)
દક્ષિણ આફ્રિકાથી ગુજરાત આવેલા એક મુસાફરને ઓમિક્રોન( omicron) વેરિઅન્ટથી ચેપ લાગ્યો હતો, હવે દેશમાં આ વેરિઅન્ટના કુલ કેસ 41 થઈ ગયા છે. જો કે, મહારાષ્ટ્ર હજુ પણ ઓમિક્રોન( omicron) નું હોટસ્પોટ છે. ગુજરાતમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિ કેન્યા અને અબુ ધાબી થઈને 3 ડિસેમ્બરે દિલ્હી પહોંચ્યો હતો પરંતુ ત્યાં તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ઍરપૉર્ટ પર તેમનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા બાદ જ્યારે તેમણે ફરીથી કોરોનાનો ટેસ્ટ કરાવ્યો તો તે પૉઝિટિવ આવ્યો હતો.

તેમના સૅમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતાં તેઓ ઓમિક્રૉન વૅરિયન્ટનીથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના સત્તાધીશોએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ દર્દીએ વૅક્સિનના બંને ડોઝ લીધા છે અને તે નહિવત્ લક્ષણો સાથે હાલમાં ઘરમાં આઇસોલેશનમાં છે.

 
કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant)  અત્યાર સુધીમાં છ રાજ્યોમાં જોવા મળ્યું છે – મહારાષ્ટ્ર (20), રાજસ્થાન (9), કર્ણાટક (3), ગુજરાત (4), કેરળ (1) અને આંધ્રપ્રદેશ (1) અને બે કેન્દ્રશાસિત પ્રદેશો – દિલ્હી (2) અને ચંદીગઢ (1). વેરિઅન્ટના ઝડપી પ્રસારને ધ્યાનમાં રાખીને, સરકારે લોકોને કોરોના નિયમોમાં છૂટછાટ ન આપવા જણાવ્યું છે. કોરોનાનું ઓમિક્રોન પ્રકાર સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું. હવે આ પ્રકાર લગભગ 70 દેશોમાં ફેલાઈ ગયો છે.
 
ઓમિક્રૉન વૅરિયન્ટ વૅક્સિનની અસર ઘટાડે છે, વધુ ઝડપથી પ્રસરે છે : WHO
 
રવિવારના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે ઓમિક્રૉન વૅરિયન્ટ ડેલ્ટા કરતાં વધારે સંક્રામક છે અને વૅક્સિનની અસરને ઘટાડે છે.
 
જોકે, આ વૅરિયન્ટથી સંક્રમિત લોકોમાં કોરોનાનાં હળવાં લક્ષણો જોવા મળતાં હોવાનું પ્રારંભિક ડેટામાં જાણવા મળ્યું છે.
 
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે, ઓમિક્રૉન વૅરિયન્ટ 9 ડિસેમ્બર સુધીમાં વિશ્વના 63 દેશોમાં પ્રસર્યો છે.
 
આ 63 દેશો પૈકી તેની સૌથી વધુ સંક્રામકતા દક્ષિણ આફ્રિકામાં જોવા મળી છે, જ્યાં ડેલ્ટા વૅરિયન્ટના વધારે કેસ નથી.
 
પંરતુ ચોંકાવનારી બાબત એ પણ છે કે ડેલ્ટા વૅરિયન્ટના વધારે પડતા કેસ ધરાવતા યુકે જેવા દેશોમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટના મોટી સંખ્યામાં કેસ જોવા મળ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેવગઢ બારીયાના ભૂલવણમાં સુખશાંતિ માટેની જાતરની વિધિના અંતિમ દિવસે 6 બકરા કાપી તેને ખાતાં જ 4નાં મોત