Webdunia - Bharat's app for daily news and videos

Install App

e-RUPI: નવા ડિજિટલ ચૂકવણી સાધન ઈ-રૂપિ વિશે બધું જાણો

Webdunia
શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (21:37 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી ઑગસ્ટે ડિજિટલ ચૂકવણી માટેના રોકડ રહિત અને સંપર્ક રહિત સાધન એવા ડિજિટલ ચૂકવણીના ઉપાય ઈ-રૂપિનો આરંભ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશમાં ડિજિટલ લેવડદેવડમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)ને વધારે અસરકારક બનાવવામાં ઈ-રૂપિ વાઉચર બહુ મોટી ભૂમિકા ભજવનાર છે અને ડિજિટલ શાસન વ્યવસ્થાને એક નવું પરિમાણ આપશે. તેમણે કહ્યું હતું કે ભારત ટેકનોલોજી સાથે લોકોનાં જીવનને કેવી રીતે જોડીને પ્રગતિ સાધી રહ્યું છે એનું ઈ-રૂપિ એક પ્રતીક છે.
 
ઈ-રૂપિ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
ઈ-રૂપિ મૂળભૂત રીતે એક ડિજિટલ વાઉચર છે અને આ વાઉચર લાભાર્થીને એના ફોનમાં એસએમએસ અથવા ક્યુઆર કોડ સ્વરૂપે મળે છે. આ એક પૂર્વ ચૂકવાયેલ- પ્રિ પેઈડ વાઉચર છે જેને તે/તેણી જઈને આ વાઉચર સ્વીકારતા હોય એવા કોઇ પણ કેન્દ્ર પર જઈને વટાવી શકે છે.
 
દાખલા તરીકે, જો સરકાર એક ચોક્કસ હૉસ્પિટલમાં એક કર્મચારીની અમુક સારવારને આવરી લેવા માગતી હોય તો એ ભાગીદાર બૅન્ક મારફત નક્કી કરેલી રકમ માટે ઈ-રૂપિ વાઉચર જારી કરી શકે છે. એ કર્મચારીને એના ફિચર ફોન/સ્માર્ટ ફોનમાં એક એસએમએસ અથવા એક ક્યુઆર કોડ મળશે. તે/તેણી એ ચોક્કસ હૉસ્પિટલમાં જઈને સેવાઓ મેળવી શકે અને એના ફોન પર મળેલા ઈ-રૂપિ વાઉચર મારફત ચૂકવણી કરી શકે છે.
 
આ રીતે, ઈ-રૂપિ એક વખતનું સંપર્કવિહિન, રોકડવિહિન વાઉચર આધારિત ચૂકવણીની પદ્ધતિ છે જેનાથી વપરાશકારને કાર્ડ, ડિજિટલ ચૂકવણી એપ કે ઇન્ટરનેટ બૅન્કિંગની સુવિધા વગર આ વાઉચર વટાવવામાં મદદ મળે છે.
 
ઈ-રૂપિને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા જે ડિજિટલ ચલણનો વિચાર કરે છે એની સાથે ગૂંચવવું ન જોઇએ. એના બદલે, ઈ-રૂપિ એ વ્યક્તિવિશેષ અને હેતુ વિશેષ પણ એવું ડિજિટલ વાઉચર છે.
 
ગ્રાહકને ઈ-રૂપિ કઈ રીતે લાભદાયક છે?
ઈ-રૂપિમાં કોઇ પણ લાભાર્થી પાસે બૅન્ક ખાતું હોવું જરૂરી નથી, અને આ જ અન્ય ડિજિટલ ચૂકવણીના સ્વરૂપોની સરખામણીએ એની મોટી વિલક્ષણ વિશેષતા છે. તે સરળ, સંપર્કવિહિન, બે પગલાંમાં રિડેમ્પશન પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે જેમાં કોઇએ અંગત વિગતો આપવાની પણ જરૂર નથી.
 
આનો બીજો લાભ એ છે કે ઈ-રૂપિ બેઝિક ફોન્સ પર પણ કાર્ય કરી શકે છે અને એટલે જેમની પાસે સ્માર્ટ ફોન ન હોય અથવા એવા સ્થળે હોય જ્યાં ઇન્ટરનેટ જોડાણનો અભાવ હોય એવી વ્યક્તિઓ પણ આનો ઉપયોગ કરી શકે છે.
 
પુરસ્કર્તા માટે ઈ-રૂપિના શું લાભો છે.
ઈ-રૂપિ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને વધારે મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે એવી અપેક્ષા છે અને એને વધારે પારદર્શક બનાવશે. વાઉચર્સને ભૌતિક રીતે જારી કરવાની કોઇ જરૂર નથી એટલે અમુક ખર્ચ બચત તરફ પણ એ દોરી જશે.
 
સેવા પ્રદાતાઓને શું લાભો મળશે
આ એક પ્રિ-પેઈડ વાઉચર હોવાથી ઈ-રૂપિ સેવા પ્રદાતાઓને રિયલ ટાઇમ ચૂકવણીઓની ખાતરી આપશે.
 
ઈ-રૂપિને કોણે વિક્સાવ્યું છે?
ભારતમાં ડિજિટલ ચૂકવણીની પદ્ધતિઓ પર દેખરેખ રાખનાર નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (એનપીસીઆઇ)એ રોકડ રહિત વ્યવહારોને ઉત્તેજન આપવા એક વાઉચર આધારિત ચૂકવણી પદ્ધતિ ઈ-રૂપિની શરૂઆત કરી છે. તેને નાણાકીય સેવાઓના વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ સાથે સહયોગમાં વિક્સાવાયું છે.
 
કઈ બૅન્કો ઈ-રૂપિ જારી કરે છે?
એનપીસીઆઇએ ઈ-રૂપિ વ્યવહારો માટે 11 બૅન્કો સાથે ભાગીદારી કરી છે. આ બૅન્કો છે: એક્સિસ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, કેનેરા બૅન્ક, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, ઇન્ડસઈન્ડ બૅન્ક, કોટક મહિંદ્રા બૅન્ક, પંજાબ નેશનલ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા અને યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયા.
 
મેળવનારી એપ્સ છે ભારત પે, ભીમ બરોડા મર્ચન્ટ પે, પાઇન લૅબ્સ, પીએનબી મર્ચન્ટ પે અને યોનો એસબીઆઇ મર્ચન્ટ પે.
 
જલદી ઈ-રૂપિ પહેલમાં વધુ બૅન્કો અને મેળવનારી એપ્સ જોડાવાની અપેક્ષા છે.
 
ઈ-રૂપિ હાલ ક્યાં ઉપયોગમાં લઈ શકાય છે?
શરૂઆતમાં એનપીસીઆઇએ 1600થી વધુ હૉસ્પિટલો સાથે જોડાણ કર્યું છે જ્યાં ઈ-રૂપિ વટાવી શકાય છે.
 
નિષ્ણાતો કહે છે, આવનારા દિવસોમાં, ઈ-રૂપિનો વપરાશકાર આધાર વધારે વિસ્તૃત થવાની અપેક્ષા છે અને ખાનગી ક્ષેત્ર પણ કર્મચારીના લાભો વિતરણ કરવા માટે એનો ઉપયોગ કરશે અને એમએસએમઈ બિઝનેસ ટુ બિઝનેસ (બી2બી) વ્યવહારો માટે એને અપનાવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

આગળનો લેખ
Show comments