Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM Modi એ લોંચ કર્યો e-RUPI? જાણો કેવી રીતે ડિજિટલ કરેંસીથી અલગ છે અને શુ છે તેના ફાયદા

PM Modi એ લોંચ કર્યો e-RUPI? જાણો કેવી રીતે ડિજિટલ કરેંસીથી અલગ છે અને શુ છે તેના ફાયદા
, સોમવાર, 2 ઑગસ્ટ 2021 (19:34 IST)
પીએમ મોદીએ સોમવારે ઈલેક્ટ્રોનિક વાઉચર પર આધારિત એક ડિજિટલ પેમેંટ સિસ્ટમ ‘e-RUPI’ લોંચ કર્યો છે. આ દેશની પોતાની ડિજિટલ કરેંસીના રૂપમાં ભારતનુ પહેલુ પગલુ છે, ઈ-રૂપી એક કૈશલેસ અને ડિજિટલ પેમેંટ્સ સિસ્ટ,મ મીડિયમ છે જે એસએમએસ સ્ટ્રિંગ કે એક ક્યુઆર કોડના રૂપમાં બેનેફિશયરીજને પ્રાપ્ત કરશે. આ એક પ્રકારનુ ગિફ્ટ વાઉચરના સમાન રહેશે જેને કોઈ ક્રેડિટ કે ડેબિટ કાર્દ કે મોબાઈલ એપ કે ઈંટરનેટ બૈકિંગના ખાસ એસ્સેપ્ટિંગ સેંટર્સ પર રિડીમ કરાવી શકાય છે. 
 

પીએમ મોદીએ લોંચ કરતા કહ્યુ કે ઈ-રૂપી વાઉચર દેશમાં ડિજિટલ ટ્રાંજેક્શન અને ડીબીટીને પ્રોત્સાહન આપવાની ભૂમિકા ભજવશે. તેનાથી બધા લોકોને ટાર્ગેટેડ, પારદર્શી અને લીકેજ-ફ્રી ડિલીવરીમાં મદદ કરશે. તેમણે કહ્યુ કે ઈ-રૂપી તેનુ ઉદાહર છે કે ભારત કેવી રીતે આગળ વધી રહ્યુ છે અને 21મી સદીમાં એડવાંસ્ડ ટેકનોલોજીની મદદથી લોકોને જોડી રહ્યુ છે મોદીએ કહ્યુ કે તેઓ ખુશ છે કે આ વર્ષમાં શરૂ થયુ છે, જ્યારે ભારત પોતાની વસ્તીનો 75માં વર્ષનો ઉત્સવ ઉજવી રહ્યુ છે. 
 
e-RUPIનો ઉપયોગ સરકારી યોજનાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડે છે. આ લીક પ્રૂફ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ટેકનોલોજીથી તમામ લોકો સશક્ત થશે. જેનો ફાયદો ગરીબોને મળશે. તેનો ઉપયોગ કરવો સરળ રહેશે. e-RUPI થી એ સુનિશ્વિત થશે તે જે કામ માટે  પૈસા મોકલવામાં આવ્યા છે તેમાં  જ એ યુઝ થશે. તેમાં બેન્કો અને પેમેન્ટ ગેટવેની મોટી ભૂમિકા છે. 
 
e-RUPI એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ છે. તે એક QR કોડ અથવા SMS આધારિત ઇ-વાઉચર છે. અને જે લાભાર્થીઓના મોબાઇલ પર મોકલવામાં આવે છે. ઉપરાંત આ એક વખતની ચુકવણી પદ્ધતિમાં વાઉચર રિડીમ કરવા માટે કોઇપણ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગને (Internet Banking) એક્સેસ કરવાની જરૂર રહેશે નહીં.આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ (National Payment Corporation Of India) વિત્તીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

૧૮ મહિનાની બાળકીના પેટમાંથી ૪૦૦ ગ્રામનું અવિકસિત ભ્રુણ જટીલ સર્જરી દ્વારા દૂર કરાયુ