રિલાયંસ ઈંડસ્ટ્રીજ (Reliance Industries) અને ફ્યુચર ગ્રુપ (Future Group) ની વચ્ચે 24,731 કરોડ રૂપિયાની ડીલ સંકટમા પડી ગઈ છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) આ મમાલે અમેરિકાના દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) ના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યુ કે ઓક્ટોબરમાં આવેલ સિંગાપુરની મઘ્યસ્થતા કોર્ટ (Singapore International Arbitration Centre) નો નિર્ણય યોગ્ય છે. મઘ્યસ્થતા કોર્ટ (SIAC) એ આ ડીલ પર રોક લગાવી દીધી હતી.
આ ડીલને લઈને એમેજોન અને કિશોર બિયાણીના ફ્યુચર ગ્રુપની વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી હતી. એમેઝોને સિંગાપુરની કોર્ટને લાગૂ કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ફ્યુચર ગ્રુપે ગયા વર્ષે ઓગસ્ટમાં ફ્યુચર રીટેલ સહિત પોતાની 5 લિસ્ટેડ કંપનીઓની ફ્યુચર એંટરપ્રાઈઝેસ લિમિટેડ (Future Enterprises Limited) માં વિલય કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રીટેલ બિઝનેસ (Retail Business) ને રિલાયંસને ટ્રાંસફર કરવામાં આવશે. આ સોદો લગભગ 25000 કરોડ રૂપિયાનો છે.
સિંગાપુર કોર્ટનો નિર્ણય
અમેઝોન ફ્યુચર રિટેલ્સમાં ફ્યુચર કૂપંસ દ્વારા 5 ટકા હિસ્સો ધરાવે છે. એમેઝોને 2019માં ફ્યુચર કુપન્સમાં 49 ટકા હિસ્સો 1,500 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એમેઝોને ફ્યુચર પર આરોપ લગાવ્યો કે તેણે તેની સંમતિ વિના પોતાનો વ્યવસાય રિલાયન્સને વેચી દીધો. એમેઝોનની અરજી પર, સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC) એ આદેશ આપ્યો કે તેનો અંતિમ નિર્ણય આવતા સુધી ફ્યુચર ગ્રુપના રીટેલ વેપારની રિલાયંસને વેચાણની યોજના આગળ ન વધારવામાં આવે.