Webdunia - Bharat's app for daily news and videos

Install App

HMPV Virus Symptoms - ચીનમાં ફેલાયેલા HMPV વાયરસના બાળકો અને યુવાઓમાં જોવા મળતા લક્ષણો ? જાણા કેવી રીતે બચવુ અને શુ છે ઉપાય

Webdunia
સોમવાર, 6 જાન્યુઆરી 2025 (11:18 IST)
HMPV symptoms
HMPV Virus Symptoms:  ચીનમાં Human Metapneumovirus (HMPV) વાયસર ઝડપથી ફેલાય રહ્યો છે. ત્યારબાદ ભારતમાં પણ તેને લઈને ચિંતા ઉભી થઈ ગઈ છે.. આ (Human Metapneumovirus outbreak) વાયરસ ખાસ કરીને બાળકોમાં દેખાય રહ્યો છે. જો કે ખાસ કરીને બાળકમાં જોવા મળી રહ્યા છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે કે ભારતના લોકોને તેનાથી ગભરાવવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રાલય (Common symptoms of HMPV) પર તેના પર ખૂબ ઝીણવટાઈથી નજર રાખવામાં આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય એજંસેઓના સંપર્કમાં છે.  
 
નેશનલ મીડિયા ચાઈના ડેલી અનુસાર HMPV વાયરસનો કેસ વર્તમાન સમયમાં ચીનના હોસ્પિટલમાં આવનારાઓમાં (Who are infected with this virus) સૌથી સામાન્ય વાયરલ સંક્રમણોમાંથી એક છે અને 14 વર્ષ અને તેનાથી ઓછી વયના બાળકોમાં આ ઝડપથી વધી રહ્યો છે. 
 
શુ છે HMPVના લક્ષણ ?
  HMPV ના સામાન્ય લક્ષણ ખાંસી, તાવ, નાક બંધ થવુ, શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ છે. આ લક્ષણ અન્ય શ્વાસ સાથે જોડાયેલ વાયરસના કારણે થનારા સંક્રમણોના લક્ષણો સમાન છે. ગંભીર મામલામાં તેનાથી બ્રોકાઈટિસ અને નિમોનિયા થઈ શકે છે. 
 
ચાઈના રોગ નિમંત્રણ અને રોકથામ કેદ્ંરની વેબસાઈટ પર છપાયેલ એક રિપોર્ટ મુજબ 2023માં બતાવ્યુ છે કે 2009થી 20219 સુધી શ્વાસ સાથે જોડાયેલ સંક્રમક રોગોના આંકડા મુજબ HMPV સૌથી ઝડપથી શ્વાસ સાથે જોડાયેલ સંક્રમણ ઉભુ કરનારા આઠ વાયરસમાંથી આઠમા સ્થાન પર છે. જેની પોઝિટિવીટી રેટ 4.1 ટકા છે. 
 
કેવી રીતે ફેલાય છે HMPV ?
 
HMPV સંક્રમિત વ્યક્તિના ખાંસી ખાવાથી કે છીંકવાથી શ્વાસના ટીપાના માધ્યમથી ફેલાય છે. જો આ વાયરસ વાતાવરણમાં ફેલાય ચુક્યુ છે તો તેના સંપર્કમાં આવવાથી પણ સંક્રમણ ફેલાય શકે છે.  HMPV સૌથી વધુ શિયાળામાં ફેલાય છે.  
 
આ વાયરસથી કેવી રીતે રહેશો સુરક્ષિત ? 
HMPV થી સુરક્ષિત રહેવા માટે સાફ સફાઈ ખૂબ જરૂરી છે. આ વાયરસથી સંક્રમિત વ્યક્તિના ખાંસી ખાવાથી, છીંકવાથી કે વાત કરવાથી આ ફેલાય જાય છે.  તેથી, ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા મહત્વપૂર્ણ છે. તમારા ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો, ખાસ કરીને તમારી આંખો, નાક અને મોં, કારણ કે આનાથી વાયરસ તમારામાં પ્રવેશી શકે છે. જો તમે અસ્વસ્થતા અનુભવતા હોવ અથવા ઉધરસ, ગળામાં દુખાવો અથવા તાવ જેવા લક્ષણો તમારી અંદર દેખાય તો અન્ય લોકોમાં વાયરસ ફેલાય નહી એ સાવધાની માટે ઘરે રહો.
 
સંક્રમણનુ જોખમ ઘટાડવા માટે ભીડવાળા જાહેર સ્થળોએ માસ્ક પહેરીને જાવ. દરવાજાના હેન્ડલ્સ, લાઇટ સ્વીચ અને સ્માર્ટફોનને નિયમિતપણે સાફ કરો. લક્ષણો દેખાય તો લોકોથી દૂર રહો. જો HMPV ના કોઈપણ લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - પંડિતજીએ વરનો હાથ

દીપિકા પાદુકોણની તે 6 અદ્ભુત ફિલ્મો, જેને વારંવાર જોયા પછી પણ દિલ તૃપ્ત થતું નથી; બોક્સ ઓફિસ પર જોરદાર નફો કર્યો

Taro Thayo Trailer - ગુજરાતી ફિલ્મ તારો થયોનું ટ્રેલર પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું

ગુજરાતી જોક્સ - તારો હસતો એક પણ ફોટો નથી

વધુ જુઓ..

નવીનતમ

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Guru Gobind Singh Jayanti 2025 : આ 5 પ્રેરણાદાયી વિચાર જેનાથી તમારો દૃષ્ટિકોણ બદલાઈ જશે

શ પરથી નામ છોકરા

મૂળાના પાન મૂંગ દાળ

આ ઘરેલું વસ્તુઓ 35 વર્ષની ઉંમર પછી યુરિન ઈન્ફેક્શનના જોખમને ઘટાડી શકે છે

આગળનો લેખ
Show comments