HMPV Case in India - ચીન પછી હવે ભારતમાં પણ HMPV વાયરસના કેસ, આ રાજ્યમાં બે બાળકો સંક્રમિત
, સોમવાર, 6 જાન્યુઆરી 2025 (12:29 IST)
ચીન પછી હવે ભારતમાં પણ હ્યૂમન મેટાન્યૂમોવાયરસ એટલે કે HMPV ના કેસ સામે આવ્યા છે. ICMR એ પોતાની રૂટીન સર્વિલાંસના માધ્યમથી કર્ણાટકમાં હ્યૂમન મેટાન્યૂમોવાયરસ (એચએમપીવી)ના બે કેસ સામે આવ્યા છે.
બે નાના બાળકોમાં મળ્યો કેસ
કર્ણાટકના બે બાળકોમાં HMPV વાયરસના લક્ષણ સામે આવ્યા છે. અત્યાર સુધી મળતે માહિતી મુજબ એક 3 મહિનની નવજાત શિશુ જેને બ્રોન્કોપમોનિયાનો ઈતિહાસ છે, તે HMPV વાયરસથી સંક્રમિત હતી. તેણે Baptist હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનો ઈલાજ કરવામાં આવ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવમાં આવી છે. બીજી બાજુ કર્ણાટકમાં એક 8 વર્ષનુ બાળક જેને બ્રોન્કોપમોનિયાના ઈતિહાસ છે. તે પણ આ હોસ્પિટલમાં 3 જાન્યુઆરીના રોજ HMPV વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. બાળક હવે સાજો થઈ રહ્યો છે.
આગળનો લેખ