Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો - અમદાવાદમાં ઈંસ્ટાગ્રામ પર 16 વર્ષના સગીરના પ્રેમમાં પડી 10 વર્ષની સગીરા, તેણે જ અપહરણ કરીને કર્યો રેપ

 instagram  love
, સોમવાર, 6 જાન્યુઆરી 2025 (11:43 IST)
અમદાવાદમાં એક 10 વર્ષની બાળકીનુ 16 વર્ષના છોકરાએ અપહરણ કરી લીધુ. અપહરણ કર્યા પછી તેને તેની સાથે રેપ પણ કર્યો.  બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ હતી. ઈસ્ટાગ્રામમાં બંનેની દોસ્તી થઈ અને બંને ફોન પર વાત કરવા લાગ્યા. જ્યારે તે એ છોકરાનેમળવા ગઈ તો તેણે તેનુ અપહરણ કરી લીધુ.  બાળકીના પરિવારે મામલાની ફરિયાદ નોંધાવી. તેણે આરોપ લગાવ્યો કે યુવતીનુ અપહરણ કરી લેવામાં આવ્યુ છે. જોકે ફરિયાદ કરતા જ પોલીસની સતર્કતાને કારણે ટેકનિકલ સર્વેલેંસની મદદથી જલ્દી જ બંનેને શોધી લીધા. 
 
ઈંસ્ટા પર બનાવ્યા હતા 7 એકાઉંટ 
મામલાની માહિતી આપતા પોલીસે જણાવ્યુ કે 31 ડિસેમ્બરના રોજ અરાવલી જિલ્લાના ધનસુરા તહસીલના ગ્રામીણ વિસ્તારમાં ધનસુરા પોલીસ સ્ટેશનમાં 10 વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. અપહરણ કરાયેલી સગીર પીડિતા અને તેની સગીર બહેન તેમના માતા-પિતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા. બંને બહેનોના મોબાઈલમાં કુલ 7 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા જેમાંથી 5 એકાઉન્ટ બંધ છે અને 2 એક્ટિવ છે. આ ખાતા દ્વારા ફરિયાદીની સાડા દસ વર્ષની નાની પુત્રી સાડા સોળ વર્ષની સગીર વયની સાથે સંપર્કમાં હતી. તેણી તેને પ્રેમ કરવા લાગી. એક દિવસ એ જ પ્રેમીએ સગીરનું અપહરણ કર્યું.
 
બાળકી સાથે કર્યો રેપ 
તપાસમાં સામે આવ્યુ કે અપહરણકર્તા સગીરે 10 વર્ષીય સગીરા સાથે રેપ કર્યો છે. બંનેના મેડિકલ ચેકઅપ પછી કિશોરને મેહસાણા નિરીક્ષણ ગૃહ મોકલી દેવામાં આવ્યો છે. હેરાન કરનારી આ પૂરી ઘટનાને લઈને સમાજમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.  બાળકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ અને તેના ખતરનાક પરિણામ સમાજ માટે એક ચેતવણી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રશાંત કિશોરની અટકાયત, બપોરે 3 વાગ્યે પોલીસ ઉપાડી ગઈ, 4 દિવસ માટે અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર PK.