Kerela crime news- કેરળના તિરુવનંતપુરમમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે મંગળવારે એક શિક્ષક (ટ્યુશન ટીચર)ને 111 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને તેને 1.05 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
જ્યારે મનોજની પત્નીને ખબર પડી કે તેના પતિએ સગીર પર બળાત્કાર કર્યો છે, ત્યારે તેણે આત્મહત્યા કરી લીધી. જજ આર.રેખાએ પોતાના નિર્ણયમાં કહ્યું કે મનોજ પર કોઈ દયા ન દાખવી શકાય. આ ઘટના 2 જુલાઈ, 2019 ના રોજ બની હતી. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, દોષિત મનોજ સરકારી કર્મચારી છે અને તે પોતાના ઘરે ટ્યુશન ભણાવતો હતો.
મનોજે વિદ્યાર્થિનીને સ્પેશિયલ ક્લાસના બહાને પોતાના ઘરે બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેના મોબાઈલથી તેના વાંધાજનક ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. બળાત્કારની ઘટના બાદ યુવતી ખૂબ જ ડરી ગઈ હતી અને તેણે ટ્યુશન આવવાનું બંધ કરી દીધું હતું. આ પછી આરોપીએ આ તસવીરો વાયરલ કરી હતી.