Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો, પ્રેમિકાનું મોત

news of gujarat
રાજકોટ, , , શનિવાર, 4 મે 2024 (13:29 IST)
news of gujarat
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ ગળામાં તીક્ષ્ણ હથિયાર વડે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. જ્યારે યુવકને ગંભીર ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પ્રેમી પંખીડા મૂળ કચ્છના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી હતા અને ગઈકાલે બંને ઘરેથી ભાગી રાજકોટ પહોંચ્યા હતા હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
 
ડીસીપી કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા
પ્રાપ્ત વિગત મુજબ કચ્છના નખત્રણાના મોટી વિરાણી ગામના પ્રેમી પંખીડાએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રેમિકાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પ્રેમીને ગંભીર ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતા ડીસીપી કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, પ્રેમી વિનોદ ગોપાલ સતવારા અને પૂજા રૂપા ભદ્ર ગત તારીખ 2 એપ્રિલના રોજ ઘરેથી નાસી છૂટ્યા હતા બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. આ બનાવ અંગે 3 તારીખના રોજ નખત્રાણા પોલીસે ગુમનોંધ આધારે તપાસ શરૂ કરી હતી 
 
પ્રેમી પંખીડાને નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બેસાડાયા હતાં
ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈએ વધુમાં કહ્યું હતું કે, લોકેશન રાજકોટ હોવાનું માલુમ થતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે બન્નેને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને નખત્રાણા પોલીસને જાણ કરવામાં આવી હતી.બન્ને પ્રેમી-પંખીડાને પોલીસ સ્ટેશનની અંદર નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બેસાડવામાં આવ્યાં હતાં અચાનક પ્રેમી-પંખીડાંએ અંદરથી દરવાજો બંધ કરી પોતપોતાના ગળામાં બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયારથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રેમિકાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પ્રેમીને ગંભીર રીતે ઇજા પહોંચતાં સારવાર અર્થે રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન, ભાજપ વિરોધી મતદાનની હાંકલ કેટલી સીટો પર અસર કરશે