મેડિકલ જગતમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ડૉક્ટરને ઓપરેશન દરમિયાન દર્દીને કેન્સર થયું.
મામલો જર્મનીનો છે, જ્યાં એક 53 વર્ષીય સર્જને 32 વર્ષીય દર્દીનું ઓપરેશન કરીને પેટમાંથી એક દુર્લભ પ્રકારની કેન્સરની ગાંઠ કાઢી હતી.
ડેઈલી મેલના એક સમાચાર અનુસાર, ઓપરેશન દરમિયાન ડોક્ટરનો હાથ કપાઈ ગયો હતો, પરંતુ તેને તરત જ ડિસઈન્ફેક્ટ કરીને પાટો બાંધી દેવામાં આવ્યો હતો. જોકે, પાંચ મહિના પછી ડૉક્ટરે જોયું કે જ્યાં હાથ કપાયો હતો ત્યાં એક નાનો ગઠ્ઠો થયો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ગઠ્ઠો એક જીવલેણ ગાંઠ હતી અને દર્દીના શરીરમાં જે કેન્સર જોવા મળ્યું હતું તે જ પ્રકારનું કેન્સર હતું. તપાસ પછી, નિષ્ણાતોએ પુષ્ટિ કરી કે આ ગાંઠ દર્દીના કેન્સર સાથે સંબંધિત ટ્યુમર કોષોને કારણે થઈ હતી.