Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Cancer: દારૂ પીવાથી થઈ શકે છે આટલા પ્રકારનાં કેન્સર જાણીને હેરાન થઈ જશો તમે

Alcohol
, શનિવાર, 4 જાન્યુઆરી 2025 (09:47 IST)
Alcohol Increases Cancer Risk: વાઈન, બિયર હોય કે આલ્કોહોલ આ વસ્તુઓનું સેવન તમેં હદથી વધુ કરો છો તો કેન્સર જેવી ગંભીર બિમારીનો ખતરો રહે છે.  
 
દારૂ પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો અનેકગણો વધી જાય છે. આલ્કોહોલ વિશે લોકોમાં એક ગેરસમજ છે કે દારૂ પીવાથી કેન્સરનું જોખમ ઘટી જાય છે. પણ એવું બિલકુલ નથી.
 
દારૂ પીવાથી પેટથી લઈને ફેફસા સુધીના કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. દારૂ પીવાથી કેન્સરના જોખમને લઈને અમેરિકાની નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં એક સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે સામાન્ય વસ્તીની સરખામણીમાં દારૂ પીનારા લોકોમાં કેન્સરનું જોખમ ઘણું વધારે હોય છે.
 
દારૂ પીવાથી પાચનતંત્ર પર ખૂબ જ ખરાબ અસર થાય છે. જેના કારણે મગજ અને નર્વસ સિસ્ટમ સહિત શરીરના અનેક અંગો પ્રભાવિત થાય છે. વાઇન, બીયર અને આલ્કોહોલ કેન્સરનું જોખમ વધારે છે.
webdunia
તમે જેટલું વધુ આલ્કોહોલ પીશો, તેટલું કેન્સરનું જોખમ વધે છે. દરરોજ ત્રણ કે તેથી વધુ ડ્રીંક પીવાથી પેટ અને સ્વાદુપિંડના કેન્સરનું જોખમ વધી જાય છે. દરરોજ લગભગ 3.5 પીણાં પીવાથી મોં, ગળા, કંઠસ્થાન અને અન્નનળીના કેન્સરનું જોખમ બમણું અથવા ત્રણ ગણું વધી જાય છે..
 
દારૂ અને ધૂમ્રપાન એકસાથે કરવાથી મોંઢાંનું  કે ગળાનું કેન્સર થવાનું જોખમ માત્ર આલ્કોહોલ પીવાથી અથવા માત્ર ધૂમ્રપાન કરવાથી થતા કેન્સરનાં જોખમ કરતા વધુ હોય છે. આલ્કોહોલ શરીર માટે જરૂરી એ પોષક તત્વોને શોષવાનું મુશ્કેલ બનાવે છે જે તેને કેન્સરથી બચાવે છે. જેમ કે વિટામીન A, B1, B6, C, D, E, K અને ફોલેટ, આયર્ન અને સેલેનિયમ.
 
દારૂ વજન વધારવામાં યોગદાન આપે છે, જે 12 થી વધુ પ્રકારના કેન્સર સાથે સંકળાયેલું છે, દારૂ પીવાનું કોઈ સુરક્ષિત સ્તર નથી, મતલબ કે કેટલું ડ્રીંક કરશો તો કેન્સર નહિ થાય. પરંતુ તમે જેટલું દારૂનું સેવન ઓછું કરશો તેટલું તમને કેન્સરનું જોખમ ઓછું રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Heart Problem In Winter - ઠંડીમાં વધી જાય છે આ 4 પ્રકારનાં દર્દી, તાપમાન ઘટતા વધવા માંડે છે હાર્ટ પર પ્રેશર